News Continuous Bureau | Mumbai
Naxal Hidma નક્સલવાદને ખતમ કરવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી માડવી હીડમા અને તેના ૫ સાથીઓને સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ અથડામણ સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ જિલ્લા નજીક થઈ હતી. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી નક્સલીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ હજી પણ ચાલુ છે.
કલાકો સુધી ચાલી અથડામણ
નક્સલવાદના ખાત્મા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી માડવી હીડમાને સુરક્ષાબળોએ ઠાર કરી દીધો છે. હીડમા ઉપરાંત અન્ય ૫ નક્સલીઓને પણ સુરક્ષાબળોએ મારી ગણ્યા છે. સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ જિલ્લા નજીક સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. ઘણા કલાકોના ફાયરિંગ પછી એન્કાઉન્ટરમાં કુલ ૬ નક્સલીઓ ઠાર થયા છે.
આ સમાચાર પણ વાંચો : F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
કોણ હતો માડવી હીડમા?
માડવી હીડમા એ ભારતમાં મોસ્ટ વોન્ટેડ નક્સલી નેતાઓમાંથી એક હતો. તે છત્તીસગઢના નક્સલી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતા દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીનો સભ્ય હતો. તે ઘણા મોટા નક્સલી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો, જેમાં સુરક્ષાબળોના અનેક જવાનોએ જીવ ગુમાવ્યા હતા. તેના માથા પર લાખો રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેની મૃત્યુને નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં મોટી સફળતા માનવામાં આવે છે.