ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
ભારત ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદને લઇ અમેરિકા ની પ્રતિક્રિયા પર સૌની નજર છે. તેના દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલા નિવેદન બહુ ઉત્સાહ જનક નથી રહ્યા..તો બીજીબાજુ ભારત સામે અને દક્ષિણ પૂર્વ એશિયામાં ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ યુરોપમાંથી પોતાના સૈન્યની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.
નોંધપાત્ર વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ એ હાલમાં જાહેરાત કરી હતી કે, અમેરિકા જર્મનીમાંથી પણ પોતાનું સૈન્ય બળ પાછું ખેંચેશે. જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી ના જણાવ્યા મુજબ, ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ની કાર્યવાહી ભારત માટે તેમજ તેને અડીને આવેલા વિયેતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીની સાગર માટે ખતરારૂપ છે અને આને લઈને અમેરિકા યુરોપિયન સંઘ સાથે પણ ચર્ચા કરશે" એમ અમેરિકા એ જણાવ્યું છે.
આની સામે ચીનના રાજદૂતનું કહેવું છે કે "સીમા પર તણાવ ઘટાડવાની જવાબદારી ભારતની છે" જોકે ભારતે, ચીનના આરોપોને નકારી કાઢી કહ્યું કે ચીનની સેનાએ હંમેશની સ્થિતિમાં કોઈ ફેરફાર ન કરવાની સંધિ ને તોડી દ્વિપક્ષી સમજૂતી નું ઉલ્લંઘન કર્યું છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com