Site icon

MP Election Voting: ક્યાંક પથરાવ, ક્યાંક તલવાર, મધ્ય પ્રદેશમાં વોટિંગ સમયે ચાલી હિંસા: મુસ્લિમ કોર્પોરેટરનું મોત.. અનેક થયા ઝખ્મી.. જાણો વિગતે.

MP Election Voting: મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર મતદાન દરમિયાન ઘણી જગ્યાએ હિંસાની ઘટનાઓ સામે આવી છે. ઈન્દોર અને મુરેનામાં પથ્થરમારો અને મહુમાં તલવારબાજીની ઘટનાઓ નોંધાઈ હતી.ઘણી જગ્યાએ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે.

MP Election Voting violence during voting in Madhya Pradesh Muslim corporator died.. many injured.. know details..

MP Election Voting violence during voting in Madhya Pradesh Muslim corporator died.. many injured.. know details..

News Continuous Bureau | Mumbai

MP Election Voting: મધ્યપ્રદેશ ( Madhya Pradesh ) ની તમામ 230 બેઠકો પર મતદાન ( Voting ) દરમિયાન ઘણી જગ્યાએ હિંસાની ( violence ) ઘટનાઓ સામે આવી છે. ઈન્દોર ( Indore ) અને મુરેના ( Murena ) માં પથ્થરમારો અને મહુમાં તલવારબાજીની ઘટનાઓ નોંધાઈ હતી.ઘણી જગ્યાએ ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે. પીસીસી ચીફ કમલનાથે આરોપ લગાવ્યો કે ભાજપ ( BJP ) ના કાર્યકરો ઉપદ્રવ કરી રહ્યા છે અને પોલીસ પ્રશાસન તેમને મદદ કરી રહ્યું છે. જ્યારે ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ ( Congress ) ના સમર્થકો તેમના કાર્યકર્તાઓ પર હુમલો કરી રહ્યા છે.

Join Our WhatsApp Community

ઈન્દોરના મહુ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ( workers ) વચ્ચે ખુલ્લેઆમ મારામારી થઈ ગઈ હતી.બંને વચ્ચે તલવારની જોરદાર લડાઈ થઈ હતી. આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો. કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર હુમલાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપના લોકો તેમને મત આપવા માટે દબાણ કરી રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના મતવિસ્તાર દિમાનીમાં પણ અથડામણની ઘટનાઓ નોંધાઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. મોરેનાના પોલીસ અધિક્ષક (એસપી) શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે મતદારોને મતદાન કરવાથી રોકવાના પ્રયાસોને લઈને મિરધન ગામના બે જૂથો વચ્ચે અથડામણની માહિતી મળી હતી. એસપીએ કહ્યું કે કેટલીક ચેનલોએ ખોટા સમાચારો ચલાવ્યા અને દાવો કર્યો કે ગામમાં ગોળીબાર થયો હતો અને કોઈને ગોળી વાગી હતી. તેમણે કહ્યું કે ફાયરિંગના સમાચાર ખોટા છે અને આ વિસ્તારમાં વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. લડાઈમાં લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં અજય શર્મા અને રામપ્રતાપ શર્મા નામના બે લોકો ઘાયલ થયા હતા.

આ સમાચાર પણ વાંચોઃ  SBI Bank Recruitment 2023 : સરકારી વિભાગમાં નોકરીની તક! SBI માં આવી 8000 થી વધારે જગ્યાઓ પર ભરતી, જાણો કેવી રીતે અરજી કરવી?

છતરપુરમાં મુસ્લિમ કાઉન્સિલરનું મોત…

વોટિંગ દરમિયાન મોરેનામાં ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે. દિમાની અને જૌરા વિધાનસભા બંને મતવિસ્તારોમાં અરાજકતા જોવા મળી હતી. જૌરાના ખિદોરા ગામમાં અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો અને લાઠીયો પણ વીંઝાણી હતી. અહીં કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડામણ કરી હતી. આ પછી એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આ સીટ પર ભાજપના સુબેદાર સિંહ સિકરવાર અને કોંગ્રેસના પંકજ ઉપાધ્યાય વચ્ચે ટક્કર છે.

ચંબલ પ્રદેશના ભીંડમાં હિંસા થઈ. અહીં મેહગાંવ વિધાનસભા સીટ પર બીજેપી ઉમેદવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. મનહર ગામમાં ભાજપના ઉમેદવાર રાકેશ શુક્લાની કાર પર બદમાશોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. જેમાં તેને ઈજા થઈ હતી. તેમના વાહનમાં તોડફોડ કરવામાં આવી હતી. સુરક્ષા જવાનોએ હવામાં ફાયરિંગ કરીને તેનો જીવ બચાવ્યો હતો.

સૌથી વધુ દુ:ખદ ઘટના તો છતરપુરના રાજનગર વિધાનસભા ક્ષેત્રમાં બની હતી. બપોરે 3 વાગ્યે ખજુરાહો પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પક્ષોના સમર્થકો એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા. જેમાં એક મુસ્લિમ કાઉન્સિલરનું મોત થયું હતું. એસપી અમિત સંઘવીએ જણાવ્યું કે મૃતકનું નામ સલમાન હતું. પરિવારજનોનો આરોપ છે કે બીજી પાર્ટીના નેતાઓએ સલમાન પર કાર ચલાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચોઃ  Today’s Horoscope : આજે ૧૮ નવેમ્બર ૨૦૨૩ , જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Tesla Car: એલોન મસ્કની કંપની ટેસ્લા વિરુદ્ધ કોર્ટમાં અરજી, ડોર લોક સિસ્ટમ પર વિવાદ
Cyclone Shakti: ચક્રવાત ‘શક્તિ’ની અસર કયા વિસ્તારોમાં થશે, વાંચો તેના વિશે મુખ્ય બાબતો અહીં
Cough syrup: કફ સિરપ કેવી રીતે બન્યો જીવલેણ? હવે સરકારે જણાવી બાળકોને શરદી-ઉધરસ ની દવા આપવાની સાચી ઉંમર
Nirav Modi: ભાગેડુ નીરવ મોદીનો ખેલ ખતમ, ભારતની તપાસ એજન્સીઓ તેને દેશ વાપસી ને લઈને બનાવી આવી યોજના
Exit mobile version