News Continuous Bureau | Mumbai
MP Polls 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Madhya Pradesh Assembly Elections) માટે ભાજપે (BJP) 136 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સામે કોંગ્રેસ પાર્ટી (Congress) એ પણ 144 ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરી દીધું છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી માટે જાહેર થયેલા આ ઉમેદવારોમાં ( candidates ) 5મું, 8મું, 10મું અને 12મું પાસ, ડોક્ટર્સ, વકીલો અને એન્જિનિયર્સનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ વકીલો પર મહત્તમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો ભાજપાએ માત્ર 5મું ધોરણ પાસ ઉમેદવાર કાલુસિંહ ઠાકુર અને પ્રેમસિંહ પટેલને પણ ટિકિટ આપી છે. પ્રાગીલાલ જાટવ કોંગ્રેસના પાંચમા પાસ ઉમેદવાર છે. ભાજપે બે આઠમું પાસ ઉમેદવારો નાથન શાહ અને અંતરસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ત્રણ ઉમેદવારો વાલ સિંહ મેડા, બાબુ ચંદેલ અને સુરેશ રાજેને તક આપી છે.
ભાજપે દસમું ધોરણ પાસ એવા 7 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે 10મું પાસ ચાર ચહેરાઓને પણ તક આપી છે. ઉચ્ચતર માધ્યમિક પાસ ઉમેદવારોમાં કોંગ્રેસે 13 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 12 પાસ ઉમેદવારોની પસંદગી કરી છે. બીજી તરફ કોંગ્રેસે ચાર ડોક્ટરોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં વિજય લક્ષ્મી સાધો, સતીશ સીકરવાર, વિક્રાંત ભુરિયા અને રશ્મિ પટેલનો સમાવેશ થાય છે. ભાજપાએ ડોક્ટરની ડિગ્રી ધરાવતા આનંદ વિજય મારવી, યોગેશ પંડાગ્રે અને પ્રભુ રામ ચૌધરીને ટિકિટ આપી છે.
આ સમાચાર પણ વાંચો : Telangana Assembly Election 2023: તેલંગાણામાં ચૂંટણી પંચના દરોડા: દારૂ, સોનું અને આટલા કરોડની રોકડ જપ્ત.. વાંચો વિગતે અહીં…
કોંગ્રેસમાં ( Congress ) 19 વકીલોને ટિકિટ આપવામાં આવી…
એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારોમાં કોંગ્રેસના આઠ અને ભાજપના સાત ઉમેદવારો મેદાનમાં છે. બંને પક્ષોના મોટાભાગના ઉમેદવારો કાયદાની ડિગ્રી ધારક છે. ભાજપની પ્રથમ યાદીમાં 29 વકીલોને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસમાં 19 વકીલોને ટિકિટ આપવામાં આવી છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કદાવર નેતા શિવરાજ સિંહ ચૌહાણ સામે કોંગ્રેસે અભિનેતા વિક્રમ મસ્તાલને મેદાનમાં ઉતાર્યા છે. બુધનીનો રહેવાસી મસ્તાલ ટીવી સિરિયલનો એક્ટર છે. તેણે 2008માં રામાયણ સિરિયલમાં કામ કર્યું હતું. તે બુધની સલકનપુરના ખેડૂત પરિવારમાંથી આવે છે. કોંગ્રેસે તેમને નર્મદા સેનાની જવાબદારી પણ આપી છે. 15 ઓક્ટોબરે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર આવતા જ ભાજપે તેના પર પ્રહારો કર્યા હતા. ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવ્યો છે.