News Continuous Bureau | Mumbai
ભારતના એટર્ની જનરલના(Attorney General of India) રૂપમાં મુકુલ રોહતગીની(Mukul Rohatgi) નિયુક્તિ કરવામાં આવી છે.
મુકુલ રોહતગી કેકે વેણુ ગોપાલનું(KK Venu Gopal) સ્થાન લેશે જેમનો કાર્યકાળ (Tenure) 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.
તેઓ 1 ઓક્ટોબરથી પોતાનો બીજો કાર્યકાળ શરૂ કરશે.
આ અગાઉ મુકુલ રોહતગી જૂન 2014માં પણ એટર્ની જનરલના રૂપમાં નિયુક્ત થયા હતા અને જૂન 2017 સુધી સેવા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલના એટર્ની જનરલ કેકે વેણુગોપાલની સેવા 30 જૂનના રોજ સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ તેમનો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હતો.