ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020
વર્ષ 2008 માં મુંબઈમાં 26/11 ના હુમલાનો આરોપી અમેરિકાના લોસ એન્જલસમાંથી ઝડપાયો છે. જે હુમલામાં 160 થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
પાકિસ્તાની મૂળના આતંકી તવ્વહુર હુસેન રાણા ની 2008માં થયેલા મુંબઈ હુમલામાં નિર્દોષ લોકોની હત્યા કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. રાણાને શિકાગોમાં પાકિસ્તાની આતંકી જૂથ લશ્કર એ તૈઈબા ને મદદ કરવાના આરોપસર આમ પણ એ પહેલાંથી દસ વર્ષની જેલની સજા લોસ એન્જલસની ફેડરલ જેલમાં કાપી રહ્યો હતો. પરંતુ ખરાબ સ્વાસ્થ્ય અને કોરોના વાયરસ ના સંક્રમણ થવાની ભીતિ ને કારણે તેને કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી.
હવે અમેરિકન એજન્સીએ ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોસર તેની ફરી ધરપકડ કરી છે. આમ પણ રાણા ભારતીય એજન્સીઓના રડાર પર જ હતો. હવે જલ્દી તેનું ભારતમાં પ્રત્યર્પણ કરવાના પ્રયત્નો ભારતની સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com