ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 ઓગસ્ટ 2020
રુઇ ગામમાં ચાઇનીઝ અતિક્રમણ અંગે લેખ લખનાર નેપાળી પત્રકાર બલારામ બાનીયા મૃત હાલતમાં મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. 50 વર્ષીય પત્રકારની લાશ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ વિસ્તારની નજીક, બાગમતી નદીના કાંઠે મળી હતી. ભીમફેડીમાં એરીયા પોલીસ ઓફિસથી તૈનાત ટીમે નદીમાંથી તેના મૃતદેહને બહાર કાઢી હેતૌડા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
બાનીયા છેલ્લે છેલ્લે બલ્બુ નદીના કિનારે ચાલતા જોવા મળ્યા હતા. તેમના મોબાઇલ ફોન મુજબ તેનું લોકેશન પણ એ જ બતાવે છે. જેના પછી ફોન સ્વીચ ઓફ થયો છે. કાઠમાંડુના એક અખબારે જણાવાયું છે કે તેના પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે તેને શોધી કાઢવા માટે પોલીસે એક ટીમ બનાવી હતી. લાશ પાસેથી મળેલા આઈ કાર્ડ ને આધારે પુષ્ટિ થયી હતી કે જે લાશ મળી હતી તે પત્રકાર બાણીયાની હતી."
નેપાળના બીજા એક અખબારના જણાવ્યા મુજબ, બાણીયા કારકિર્દી ના પ્રારંભિક દિવસોથી, એક નેપાળી અખબાર સાથે સંકળાયેલા હતા. તેઓ રાજકારણ અને સંસદના સમાચારો આવરી લેતા હતા અને બાદમાં શાસન અને અમલદારશાહી અંગે વિસ્તૃત રિપોર્ટિંગ કરતા હતા. તેમણે ગોરખા જિલ્લામાં સ્થિત રુઇ ગામમાં ચાઇનીઝ અતિક્રમણને પ્રકાશિત કરતો લેખ લખ્યો હોવાના અહેવાલ છે. નોંધનીય વાત એ છે કે ભારત અને નેપાળ વચ્ચેના તણાવપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો વચ્ચે ચીનની બદમાશી ઉજાગર કરનાર એક પત્રકારનું નેપાળમાં મોત થયું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com