272
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 ફેબ્રુઆરી 2021
ભારત દેશને આઝાદ થઇ ગયાના ૭૩ વર્ષ બાદ રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હોય તો તમે શું કહેશો? આ કિસ્સો છે નાગાલેન્ડ નો.નાગાલેન્ડ એ ભારતનું ૧૬ મુ રાજ્ય છે જેને ૧૯૬૩માં રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જોકે રાજ્ય મળ્યા પછી પણ અહીં બળવાખોરો તેમજ આંતરિક લડાઈ સતત ચાલુ રહી હતી. તેમજ અહીંની વિધાનસભામાં કદી પણ રાષ્ટ્ર ગીત વગાડવામાં આવ્યું હતું.
આઝાદીના આટલા વર્ષ પછી હવે અહીં સુધારાનો પવન ફૂંકાયો છે. આથી બજેટ સત્ર રજૂ કરતા પહેલા ગવર્નરના અભિભાષણ પહેલા તેમજ પછી એમ બે વખત ભારત નું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું અને તે વખતે તમામ સભ્યો પોતાના સ્થાનેથી ઊભા થયા હતા.
આમ સ્વતંત્ર ભારતમાં આંતરિક લડાઈને કારણે રાષ્ટ્રગીત ની અવગણના કરનાર હવે ભાજપના શાસનમાં લાઇન પર આવ્યા હોય તેવું લાગે છે…
You Might Be Interested In