News Continuous Bureau | Mumbai
Namal Rajapaksa: અયોધ્યાના ભવ્ય શ્રી રામ મંદિરમાં ( Ram Mandir ) રામલલાના અભિષેક પછી , ભારતીયો ઉપરાંત, ભગવાન રામના દર્શન કરવા માટે ઘણા વિદેશી રામ ભક્તો પણ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા પછી, સુરીનામ અને નેપાળના પ્રતિનિધિમંડળોએ સૌપ્રથમ રામ લલ્લાના ( Ram Lalla ) દર્શન કર્યા હતા. જે બાદ ગુરુવારે (8 ફેબ્રુઆરી) ફિજીના ( Fiji ) નાયબ વડાપ્રધાન બિમન પ્રસાદે ( Biman Prasad ) દેશના પ્રતિનિધિમંડળ સાથે રામ લલ્લાના દર્શન કર્યા હતા.
હવે શુક્રવારે (9 ફેબ્રુઆરી) શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્ષે પણ અયોધ્યામાં ( Ayodhya ) રામલલાના દર્શન કર્યા હતા. તેમણે આ અંગે ખુશી વ્યક્ત કરી છે અને ભારત સાથે શ્રીલંકાના ( Sri Lanka ) ગાઢ સંબંધો વિશે મિડીયા સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે શ્રીલંકામાં મોટી સંખ્યામાં દક્ષિણ ભારતીય લોકો આવે છે અને રહે છે.
#WATCH | Ayodhya, UP: On his Ram Temple visit, Namal Rajapaksa, Sri Lankan MP says, “It’s a great thing that the Prime Minister himself has got involved and done this (construction and inauguration of Ram Temple), and we believe it has got back to his old glory. I’m sure there… https://t.co/4BWb4lon5e pic.twitter.com/8eOcnV7j2U
— ANI (@ANI) February 9, 2024
રામલલાના દર્શન કર્યા બાદ શ્રીલંકાના સાંસદ નમલ રાજપક્ષેએ પણ પીએમ મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે આ ખૂબ જ સારી વાત છે કે વડાપ્રધાન પોતે મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટનમાં સામેલ થયા અને મંદિરનું ઉદ્દઘાટન કર્યું..
અહીં આવીને ભગવાનના આશીર્વાદ મેળવીને મને અને મારી પત્નીને ખૂબ જ સારું લાગે છેઃ નમલ રાજપક્ષે..
મીડિયા સાથે વાત કરતા તેમણે વધુમાં કહ્યું હતું કે, “અહીં આવીને ભગવાનના આશીર્વાદ મેળવીને મને અને મારી પત્નીને ખૂબ જ સારું લાગે છે, કારણ કે અમે શ્રીલંકાથી આવ્યા છીએ. એ જ શ્રીલંકા જે રામાયણનો એક ભાગ હતો. અમે અહીં આવીને ખુશ છીએ કારણ કે અમે બૌદ્ધ સંસ્કૃતિ અને હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ.
આ સમાચાર પણ વાંચો : Pakistan Election: નવાઝ શરીફનો લંડન પ્લાન રહ્યો નિષ્ફળ, ચૂંટણીમાં પરિણામો વચ્ચે આવ્યું ઈમરાન ખાનનું આ વિજય ભાષણ… જાણો શું કહ્યું ઈમરાનને..
ઉલ્લેખનીય છે કે, નમલ રાજપક્ષે શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેના પુત્ર છે. જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં અભિષેક કાર્યક્રમ થયો ત્યારે નમલે ટ્વિટ કરીને પીએમ મોદી અને તમામ ભારતીયોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તેમણે ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત સંબંધો વિશે પણ વાત કરી હતી.
આ પહેલીવાર નથી જ્યારે નમલ રાજપક્ષે ભારત આવ્યા હોય. આ અગાઉ તેઓ લગભગ 3 વર્ષ પહેલા, કુશીનગર આવ્યા હતા. કુશીનગર ભગવાન ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ માટે પ્રસિદ્ધ છે અને અહીં ભગવાનનું વિશાળ મહાપરિનિર્વાણ મંદિર છે. તેમણે કહ્યું હતું કે તેમના માટે અને તેમના પ્રતિનિધિમંડળ માટે આ ગર્વની વાત છે કે તેઓ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)