Site icon

ઉદ્ધવ ઠાકરેની દશા ન ઘરના અને ન ઘાટના જેવી થઈ-દ્રૌપદી મુર્મુ મળવા ન આવી અને યશવંત સિંહાએ આ કામ કર્યું-જાણો કઈ રીતે નાક કપાયું

News Continuous Bureau | Mumbai

આંતરિક બળવાને કારણે પડી ભાંગેલી શિવસેનાના(Shivsena) થોડાઘણા બચેલા નેતાઓ અને સાંસદો(MP) પણ પક્ષ સાથે છેડો ફાડી જાય નહીં તેની ચિંતા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) સતાવી રહી છે. પક્ષના સાંસદોની માગણીને(Demand of MP) ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ પદના(Presidency) NDAએના  ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે, પણ પક્ષના નેતાઓને ખુશ કરવામાં તેઓએ તેમના સાથીપક્ષોની સાથે જ વિરોધપક્ષના(opposition party) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશંવત સિંહાની(Yashwant Sinha) નારાજગીનો ભોગ બન્યા છે.

Join Our WhatsApp Community

 દેશના રાષ્ટ્રપતિની 18મી જુલાઈના થનારી ચૂંટણીમાં શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ NDAના ઉમેદવારને સમર્થન જાહેર કરતા વિરોધપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ રવિવારે મુંબઈની પોતાની મુલાકાત રદ કરી હતી. યશંવત સિંહા રવિવારે મુંબઈમાં(Mumbai) ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેવાના હતા અને મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોને(MVA Govt) સંબોધવાના હતા.

આ સમાચાર પણ વાંચો : વિપક્ષી એકતાના કાંકરા પણ ખરી ગયા-આ બે કોંગ્રેસના સાથી પક્ષોએ દ્રૌપદી મુર્મુનુ સમર્થન કર્યું

ઉદ્ધવ ઠાકરે માટે દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પક્ષના સાંસદોની માગણીને પગલે સત્તાધારી પક્ષના ઉમેદવાર દ્રોપદીને સમર્થન આપ્યું હતું. છતાં માર્મુએ મુંબઈની પોતાની મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકેરને મળવાની તસદી લીધી નહોતી, જે ઉદ્ધવ ઠાકરે માટે અપમાનજનક બાબત હોવાનું કહેવાય છે. તેમાં હવે NDAએના ઉમેદવારને સમર્થન આપવાના ચક્કરમાં સાથીપક્ષોની પણ નારાજગીનો ભોગ તેમને બનવું પડ્યું છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) અધ્યક્ષ શરદ પવારે(Sharad Pawar) આગળ પડીને રવિવારે યશવંત સિંહાની મુંબઈની મુલાકાતનું આયોજન કર્યું હતું, જેમાં મહાવિકાસ આઘાડીના તમામ સાંસદ અને ધારાસભ્યો હાજર રહેવાના હતા.  પરંતુ શિવસેનાએ દ્રોપદીને મુર્મુને સમર્થન જાહેર કરતા યશંત સિંહાએ મુંબઈની મુલાકાત રદ કરી નાખી હતી.
 

Supreme Court Judgment: મિલકતના કાયદામાં મોટો ફેરફાર: સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું નિરીક્ષણ- ‘ભાડૂત ક્યારેય માલિકી હક દાવો કરી શકે નહીં’, જાણો સમગ્ર ચુકાદો.
Vande Mataram: વંદે માતરમના ૧૫૦ વર્ષ: PM મોદીનો મોટો હુમલો – “૧૯૩૭માં વિભાજનના બીજ રોપાયા,” તે વિચારધારા આજે પણ દેશ માટે મોટો પડકાર છે
1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Exit mobile version