News Continuous Bureau | Mumbai
ભારતીય રેલવેમાં(Indian Railways) પ્રવાસ કરનારા પ્રવાસીઓને(Passengers) આખરે રાહત મળી છે. આજથી એટલે કે પહેલી જુલાઈ મેલ એક્સપ્રેસ ટ્રેનોની(Mail express train) જનરલ ટિકિટ(General ticket) પણ પ્રવાસીઓને મળશે..
કોરોનાકાળમાં(Covid period) રેલવેએ જનરલ પ્રવાસ(General tour) માટે રિર્ઝવ ટિકિટની(reserved tickets) શરત મૂકી હતી. આ શરત 29મી જૂનથી હટાવવાનો નિર્ણય 120 દિવસ પહેલા જ દિવસે લેવાયો હતો.
આ વર્ષે ઉનાળામાં(Summer) પોતાના વતન જનારાને લોકોને જનરલ ટિકિટ ન મળવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સામાન્ય રીતે 90 ટકા પ્રવાસીઓમાં જનરલ શ્રેણીમાં(General category) પ્રવાસ કરે છે. રજાના દિવસોમાં રેલવેની આરક્ષિત ટિકિટની શરત હોવાથી હજારો લોકો પ્રવાસથી વંચિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : દેશમાં આજથી પ્લાસ્ટિક પર રહેશે પ્રતિબંધ- આટલી વસ્તુઓ પ્રતિબંધિત- થઈ શકે છે આ દંડ-જાણો વિગત
જનરલ ક્લાસની(General class) માગણી પૂરી કરવા માટે રેલવેએ વધારાનો કોચનો ઉપયોગ કરવો પડયો હતો. વર્ષ 2019માં પહેલી એપ્રિલથી 11 મે સુધી વેસ્ટર્ન રેલવેમાં(Western Railway) મુંબઈ ડિવિઝનમાં 28.8 કરોડ લોકોએ સામાન્ય કોચમાં પ્રવાસ કર્યો હતો. જયારે 2022માં આ સંખ્યા નવ કરોડ હતી. જે પ્રવાસીઓને જનરલ કોચર માટે આરક્ષિત ટિકિટ ના મળી તેઓ વગર ટિકિટે પ્રવાસ કરવા મજબૂર થયા હતા. તેમની પાસેથી રેલવએ એપ્રિલ-મેમાં છ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.