News Continuous Bureau | Mumbai
દેશમાં વધતા જતા કેસ(Covid19 cases) વચ્ચે લોકોને કોરોના સામે વધુ એક સુરક્ષા મળી છે.
18 થી વધુ ઉંમરના લોકોના બૂસ્ટર ડોઝ(Booster dose)તરીકે વધુ એક વેક્સિન(covid19 vaccine) ઉપલબ્ધ થઈ છે.
કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી(Union Ministry of Health) હેઠળના ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ(Drugs Controller of India) 18 થી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે કોર્બેવેક્સ વેક્સિનને(Corbevax vaccine) મંજૂરી આપી દીધી છે.
કોર્બેવેક્સ બનાવતી કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડે(Biological E Ltd.) એક નિવેદન બહાર પાડીને એવું જણાવ્યું કે ડીસીજીઆઈએ(DCGI) અમારી વેક્સિનને મંજૂરી આપી છે.
એટલે કે હવે જે લોકોએ પ્રાથમિક ડોઝ તરીકે કોવિશિલ્ડ(Covidshield) અને કોવેક્સિન(Covaxin) લીધી છે તેઓ બૂસ્ટર ડોઝ તરીકે હવે કોર્બેવેક્સ લઈ શકશે.
આ સમાચાર પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી

