News Continuous Bureau | Mumbai
એક તરફ કાશ્મીરમાં(Kashmir) આંતકીઓને(Terrorist) સફાયો લશ્કર બહુ મજબૂતાઈથી કરી રહી છે. એક પછી એક આંતકીઓને ઢેર કરી રહી છે ત્યારે આંતકીઓ હવે પોતાના અંજામને પાર પાડવા નવા નવા અખતરા અમલમાં મૂકી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. લદાખમાં(ladakh) લેહ સેકટરમાં(Leh Sector) સેનાના જવાનોની(Army officers) બસ ખાઈમાં પડી ગઈ હતી, જેમાં સાત જવાનો શહીદ થઈ ગયા હતા. તે બસનો ડ્રાઈવર ચાલતી બસમાંથી અચાનક કુદી પડ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
લેહના રોડ એક્સિડન્ટના(Road Accident) પ્રકરણમાં તપાસ દરમિયાન હવે શંકાની સોય ડ્રાઇવર તરફ જઈ રહી છે. એવુ માનવામાં આવે છે કે ડ્રાઈવર જાણીજોઈને બસને ખાઈમાં પાડવાના ઈરાદે ચાલતી બસમાંથી પહેલા જ કૂદી ગયો હતો. તેથી પોલીસ દ્વારા ડ્રાઇવર( driver) અહમદ શાહ(Ahmed Shah) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તો હવે સેનાએ પણ ડ્રાઈવરને શોધવાનું ચાલુ કરી દીધું છે.
આ સમાચાર પણ વાંચો : PM મોદીની શી જિનપિંગ અને પુતિન સાથે વર્ચ્યુઅલ મુલાકાત, આ તારીખે યોજાશે બ્રિક્સ સમિટ..
શુક્રવારે લદાખના લેહ વિસ્તારમાં ભીષણ રોડ એક્સિડન્ટ થયો હતો. જેમાં તુર્તક સેકટરમાં ભારતીય જવાનોને(Indian army) લઈ જતી બસ ખીણમાં પડી ગઈ હતી. જેમાં સાત જવાન શહીદ થયા હતા. તો 19 જવાન ગંભીર રીતે જખમી થયા હતા. છેલ્લી ઘડીએ ડ્રાઈવર બસમાંથી બહાર કુદી ગયો હતો અને બસ ખીણમાં ખાબકી પડી હતી. તેથી ડ્રાઈવર શું આંતકવાદી સાથે મળેલો હતો અને પહેલાથી જ આ યોજના બનાવવામાં આવી હતી, તેના પર હવે તપાસ ચાલી રહી છે.
મળેલ માહિતી મુજબ ડ્રાઈવર અહમદ શાહ સ્થાનિક કાશ્મીરી નાગરિક છે. તે લેહ જિલ્લાના નબુરા થાના વિસ્તારના ચંગમરનો રહેવાસી છે. જવાનોને લઈ જતી ખાનગી બસ અહમદ ચલાવી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ બસ પરથી નિયંત્રણ છૂટી જતા બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટના બાદ અહમદ ફરાર થઈ ગયો છે કે મૃત્યુ પામ્યો છે તે હજી સ્પષ્ટ થયું નથી. તેને પોલીસ શોધી રહી છે.