News Continuous Bureau | Mumbai
ટેરર ફંડિગ કેસમાં(terror funding case) દોષી ઠેરવવામાં આવેલા કાશ્મીરના(Kashmir) અલગાવવાદી નેતા(Separatist leader) યાસિન મલિકને(Yasin Malik) એનઆઈએ(NIA) કોર્ટે સજા ફટકારી છે.
અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની NIA કોર્ટે આજીવન કેદની(Life imprisonment) સજા ફટકારી છે.
આ સાથે જ યાસીન મલિકને 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
અગાઉ, આ કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીએ(National Investigation Agency) યાસીન મલિકને ફાંસીની(Execution) સજાની વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે 19 મેના દિવસે એનઆઈએ કોર્ટ(NIA Court) મલિકને ગુનાહિત ષડયંત્ર રચવાના, દેશ સામે યુદ્ધ છેડવાના તથા ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: ક્વાડ શિખર બેઠકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ, પીએમ મોદી કરતા દેખાયા વિશ્વનું નેતૃત્વ; જુઓ ફોટોગ્રાફ…