પીએમ મોદીની આ યોજનાના IMFએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું કે આ યોજનાના કારણે ગરીબીમાં વધારો ન થયો; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે ઘણા દેશોમાં મોંઘવારી તેની ટોચ પર પહોંચી ગઈ છે અને લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. 

 IMFએ તેના એક અહેવાલમાં પીએમ ગરીબ કલ્યાણ યોજનાની પ્રશંસા કરી અને કહ્યું કે આ યોજના હેઠળ ભારતમાં છેલ્લા બે વર્ષથી 80 કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ દુનિયાના ઘણા દેશો ગરીબીથી પીડિત છે, જ્યારે ભારતમાં મોદીની આ નવીન યોજનાથી ગરીબોને ભૂખથી બચાવવામાં આવ્યા છે.

સાથે જ યોજનાની મદદથી વધતી જતી ગરીબી પણ દૂર થઈ છે.

ઉલ્લેખનીય છે કે PMGKY યોજના 26 માર્ચ 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જો કે, આ યોજના આ વર્ષના સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : ખેતીને વ્યવસાય બતાવી ટેક્સ બચાવવું હવે નહીં રહેશે સરળ, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના…જાણો વિગતે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment