News Continuous Bureau | Mumbai
ટેક્સ બચાવવા માટે ખેતીનો પોતાનો વ્યવસાય બતાવનારા સામે હવે કેન્દ્ર સરકારે આંખ લાલ કરી છે. બહુ જલદી સરકાર નવી યોજના લાવી રહી છે. જે લોકો પોતાની આવકનો સ્ત્રોત ખેતીને બતાવીને ઇન્કમ ટેક્સમાં રાહત મેળવી રહ્યા છે, તેવા શ્રીમંત ખેડૂતોને હવે આકરી તપાસનો સામનો કરવો પડશે.
કેન્દ્ર સરકારે કૃષિથી થનારી આવક પર ટેક્સમાં છૂટ આપવા સંબંધિત હાલ અસ્તિત્વમાં રહેલી સિસ્ટમાં અનેક ખામીઓ હોવાનો સ્વીકાર કર્યો છે.
એક મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ અનુસાર સંસદીય સમિતિના પ્રશ્નના જવાબમાં નાણાકીય મંત્રાલયે કહ્યું છે શ્રીમંત ખેડૂતોને ઈન્કમટેક્સના અધિકારીઓના દ્વારા આકરી તપાસનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જે લોકો ખેતીના માધ્યમથી 10 લાખ રૂપિયાથી વધુ આવક બતાવી રહ્યા છે અને ટેક્સમાં રાહત મેળવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો! હવે કેન્દ્ર સરકારે જાતિ અને આવકને પણ આધાર કાર્ડ સાથે જોડવાની બનાવી યોજના. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ અધિનિયમ, 1961ની સેકશન 10(1) હેઠળ ખેતીથી થારી આવકને ટેક્સમાં રાહત મળે છે.