News Continuous Bureau | Mumbai
PM મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષાની કેબિનેટ કમિટીએ 15 સ્વદેશી લાઇટ એટેક હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે.
આ હેલિકોપ્ટર HALપાસેથી 3387 કરોડમાં ખરીદવામાં આવશે. જેમાંથી 10 હેલિકોપ્ટર વાયુસેના માટે અને પાંચ ભારતીય સેના માટે હશે.
આ હેલિકોપ્ટરની સારસંભાળ માટેના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે રૂ. 377 કરોડ ફાળવવાને પણ મંજૂરી અપાઇ છે.
લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર લિમિટેડ સીરીઝ પ્રોડક્શન એક સ્વદેશી આધુનિક ફાઇટર હેલિકોપ્ટર છે.
જેમાં 45 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય: દેશની આ અગ્રણી ઓઇલ ઉત્પાદક કંપનીની 1.5 ટકા ભાગીદારી વેચી દેશે, જાણો કેટલાં હજાર કરોડ ભેગાં કરવાનો પ્લાન
