News Continuous Bureau | Mumbai
દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને 21 માર્ચના રોજ મરણોપરાંત પદ્મ વિભૂષણ વડે અલંકૃત કરવામાં આવશે.
આગામી 21 માર્ચના રોજ તેમની દીકરીઓ કૃતિકા અને તારિણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ સન્માન ગ્રહણ કરશે.
આ વર્ષે 21 અને 28 માર્ચના રોજ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ સન્માન પ્રદાન કરવામાં આવશે.
ગત 26 જાન્યુઆરીના રોજ 128 લોકોને પદ્મ સન્માન આપવાની જાહેરાત થઈ હતી. તેમાંથી 4ને પદ્મ વિભૂષણ, 17ને પદ્મ ભૂષણ અને 107ને પદ્મશ્રી સન્માન વડે અલંકૃત કરવામાં આવશે.
ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ રાવતનું અવસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, પદ્મ વિભૂષણ એ ભારત સરકાર તરફથી આપવામાં આવતું બીજું સર્વોચ્ય નાગરિક સન્માન છે.
આ સમાચાર પણ વાંચો : 2022નું પ્રથમ વાવાઝોડું ‘અસાની’ દક્ષિણ પૂર્વ બંગાળના અખાતમાં, આ તારીખે આંદામાન અને નિકોબાર ટાપુ સુધી પહોંચવાની શક્યતા