News Continuous Bureau | Mumbai
વિશ્વમાં હાલ ઓમિક્રોન અને ડેલ્ટાક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ ચોથી લહેરને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે.
કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ હવે ચોથી લહેરનો ટાઈમ ગણાવ્યો છે.
વૈજ્ઞાનિકોએ અનુમાન છે કે ભારતમાં 22 જૂનથી કોરોનાની ચોથી લહેર શરૂ થઈ શકે છે અને ઓગસ્ટ સુધીમાં પીક પર હશે.
જો આવું થાય તો ભારત માટે હજુ તૈયારી માટે 3 મહિના જેટલો સમય છે.
ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોની આ પહેલાની બે આગાહી સાચી નીકળી હતી. એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે ચોથી લહેર અંગેની આગાહી પણ સાચી નીકળશે.
આ સમાચાર પણ વાંચો : વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી આ ચેતવણી; જાણો કેમ વધી રહ્યા છે કેસો