ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારના મંત્રીઓ પાડોશી દેશો યુક્રેન, રોમાનિયા, હંગેરી, પોલેન્ડ જશે, જ્યાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
આ મંત્રીઓમાં કાયદા મંત્રી કિરણ રિજિજુ, હરદીપ પુરી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને જનરલ વીકે સિંહ સામેલ છે.
આ મંત્રીઓ ભારતના વિશેષ દૂત તરીકે જઈ રહ્યા છે.
તેમને ત્યાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભારતીય નાગરિકોને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને સ્થળ પર જ દૂર કરી શકાય.
યુક્રેનથી 249 ભારતીયોને લઈને પાંચમી ફ્લાઈટ દિલ્હીમાં લેન્ડ થઈ છે. આ ફ્લાઈટે રવિવારે રાત્રે રોમાનિયાથી દિલ્હી માટે ઉડાન ભરી હતી.
