Site icon

 ભારતમાં એક દિવસની આંશિક રાહત બાદ ફરી કોરોનાએ માર્યો ફૂંફાડો, આજે આટલા ટકા વધુ નવા કેસ આવ્યા સામે; જાણો આજના તાજા આંકડા  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર

દેશમાં જીવલેણ વાયરસ કોરોના મહામારીના કેસમાં આજે ફરી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 30,615 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 11.7 ટકા વધુ છે. ગઈ કાલે 27 હજાર 409 કેસ સામે આવ્યા હતાં. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજાર 615 નવા કેસ નોંધાયા છે અને 514 લોકોના મોત પણ થઈ ગયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા વધીને 4 કરોડ 27 લાખ 23 હજાર 558 થઈ ગઈ છે અને  અત્યાર સુધીમાં કુલ 5 લાખ 9 હજાર 872 લોકોના મૃત્યુ થયા છે. 

મહારાષ્ટ્રનું બજેટ 11 માર્ચે રજૂ થશે, 3થી 25 માર્ચ સુધી નાગપુરને બદલે આ શહેરમાં યોજાશે સત્ર; જાણો વિગતે 

કોરોનાના સક્રિય કેસોની સંખ્યા હવે ઘટીને 3,70,240 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.87 ટકા રહ્યા છે. આ દરમિયાન 52 હજાર 887 દર્દીઓ સાજા થયા છે, જે કોરોનાના નવા નોંધાતા દર્દીઓની સંખ્યા કરતા દોઢ ગણા વધારે છે. અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 18 લાખ, 43 હજાર, 446 લોકોએ આ રોગચાળાને માત આપી છે. 

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ ગઈકાલે 41 લાખ 54 હજાર 476 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 173 કરોડ 86 લાખ 81 હજાર 476 ડોઝ આપવામાં આવ્યા છે.

Beejamrut: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૯: સુરત જિલ્લો
India: બુલેટ ટ્રેનની રાહ જોનારાઓ માટે સારા સમાચાર: આ તારીખ થી શરૂ થશે પ્રથમ સફર; રેલવે મંત્રીએ જાહેર કરી નવી ડેડલાઇન.
Mumbai: નવા વર્ષે હવામાનનો મિજાજ બદલાયો: મુંબઈમાં વરસાદી આગમન, પહાડો પર હિમવર્ષા અને દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી.
Happy New Year 2026 Wishes: નવા વર્ષ ૨૦૨૬ની દેશમાં ધૂમ: PM મોદીએ પાઠવી શુભકામનાઓ, રાહુલ ગાંધી અને ખરગેએ પણ દેશવાસીઓ માટે ખાસ સંદેશ પાઠવ્યો.
Exit mobile version