ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
રવિવારે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર થઈ હતી. પાકિસ્તાન જીતવાની ખુશીમાં કાશ્મીરમાં દિવાળી પહેલાં જ ફટાકડા ફોડીને દિવાળી મનાવાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. શ્રીનગરની મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ ભારતની હાર ઉપર ઉત્સવ મનાવી પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ હરકત સ્પષ્ટ દર્શાવે છે કે કાશ્મીરના અલગાવવાદીઓને ભારત અને ભારતના લોકો પ્રત્યે કોઈ પ્રેમભાવ નથી. ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે આ બાબતે કટાક્ષ કરતી ટ્વીટ પોસ્ટ કરી હતી. સહેવાગે ટ્વીટમાં લખ્યું હતું કે ભારતના કેટલાક ભાગમાં લોકોએ ફટાકડા ફોડીને પાકિસ્તાનની જીત મનાવી હતી. આમ તો ફટાકડા હાનિકારક છે એવું જ્ઞાન દિવાળીમાં જ બધાને યાદ આવે છે.
શ્રીનગરમાં આવેલી SKIMS મેડિકલ કૉલેજના MBBS અને PGના વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભારતની હારનો જશ્ન મનાવ્યો હતો. આ વિદ્યાર્થીઓ ભારત સરકારના ખર્ચે મફતમાં ભણે છે અને ગુણગાન પાકિસ્તાનના ગાય છે. બીજી બાજુ પંજાબના સંગરુરમાં ગુરુદાસ એન્જિનિયરિંગ કૉલેજમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓએ પણ આવું જ કર્યું હતું ત્યારે એ કૉલેજના કેટલાક ઉત્તર પ્રદેશ-બિહારના વિદ્યાર્થીઓએ તેમની ધુલાઈ કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
એક મીડિયા સંસ્થાના રિપૉર્ટમાં સંગરુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે કૉલેજમાં લગભગ 90 કાશ્મીરી વિદ્યાર્થીઓ અને ઉત્તર પ્રદેશ-બિહારના 30 વિદ્યાર્થીઓ છે. જ્યારે મૅચ દરમિયાન પાકિસ્તાનના ખેલાડી રન બનાવતા ત્યારે કાશ્મીરી વિદ્યાર્થીઓ નાચવા લાગતા અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૅચ પૂર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશ અને બિહારના વિદ્યાર્થીઓએ કાશ્મીરી વિદ્યાર્થીઓના રૂમમાં જઈને તેમની સાથે હાથાપાઈ કરી હતી. આ મારામારી બાદ બન્ને પક્ષોએ પોલીસ સામે માફી માગીને મામલો ઉકેલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ધારા 370 હટાવ્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે કાશ્મીરીઓને કહ્યું હતું કે તમને જે જોઈએ એ આપીશું. 51 હજાર કરોડનું પૅકેજ તેમના ડેવલપમેન્ટ માટે અપાયું છે. આ લોકો 51 હજાર કરોડ ખાશે અને પાકિસ્તાનનો જય બોલાવશે. વર્ષ 2014માં આવેલા ખતરનાક પ્રલયમાં ભારતીય સેનાએ પોતાના પ્રાણ જોખમમાં નાખીને હજારો કાશ્મીરીઓની જાન બચાવ્યા હતા અને ભારત સરકારે દિલ ખોલીને માલનો પુરવઠો પૂરો પાડ્યો હતો. એ વખતે પણ હુરિયતના અલી શાહ ગિલાનીએ કહ્યું હતું કે ભારત અને ભારતીય સેનાએ ઉપકાર નથી કર્યો, હિન્દુસ્તાનના કબજામાં કાશ્મીર છે. ભારત સરકારની જવાબદારી છે કે અમારી દેખભાળ કરે. એનો મતલબ એ નથી કે મુસલમાનો હિન્દુસ્તાનનો જયઘોષ કરશે.
આ બધી વાતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે કાશ્મીર એ રાજકીય સમસ્યા પણ નથી અને ડેવલપમેન્ટ સાથે તેમને કોઈ લેવાદેવા નથી. કાશ્મીરની સમસ્યા ઇસ્લામિક ટેરેરિઝમ છે. વર્ષ 1990માં પણ હિન્દુસ્તાનની ટીમ મૅચમાં હારતી હતી કે જીતતી ત્યારે દરરોજ રાત્રે કાશ્મીરી પંડિતોના ઘર ઉપર પથ્થરમારો થતો હતો. સોમવારે કાશ્મીરમાં ફૂટેલા ફટાકડા ગૃહપ્રધાને હંમેશાં યાદ રાખવા જોઈએ.
ભારત સરકારના ખર્ચે ભણતા કાશ્મીરના વિદ્યાર્થીઓએ મૅચમાં પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડ્યા; જુઓ વીડિયો #India #pakistan #Cricket #INDvPAK #kashmiristudent #Celebrations #firecrackers #ViralVideo pic.twitter.com/aBAT5UcRts
— news continuous (@NewsContinuous) October 26, 2021