ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ઓક્ટોબર, 2021
રવિવાર
ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામએ નવા આઇટી નિયમો હેઠળ કડક કાર્યવાહી કરી છે. જેમાં ઓગસ્ટ 2021માં વોટ્સએપે 20 લાખથી વધુ ભારતીય યુઝર્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. તેની જ પેટન્ટ કંપની ફેસબુકે કરોડો પોસ્ટ ફેસબુક પરથી હટાવી છે. તે સિવાય ઈન્સ્ટાગ્રામે પણ 20 લાખથી વધુ કન્ટેન્ટ હટાવ્યા છે.
વોટ્સએપએ પોતાના માસિક કંપ્લાયન્સ રીપોર્ટમાં કહ્યું હતું કે, ઓગસ્ટ 2021માં ભારતમાંથી ૪૨૪ ફરિયાદો મળી હતી. ત્યારબાદ કુલ 20.17 લાખ એકાઉન્ટ બૅન કરાયા છે.
કંપ્લાયન્સ રિપોર્ટ મુજબ ત્રણ કરોડથી વધુ કન્ટેન્ટમાં 2.9 કરોડ સ્પેમ મેસેજ હતા. 26 લાખ વૉયલેન્સ મેસેજ હતા. એડલ્ટ અને ન્યૂડિટી કે સેક્સ એક્ટિવિટીની 20 લાખ અને 2,42,000 વિવાદાસ્પદ ભાષણ સહિત આવા અન્ય કેટલાક મુદ્દે પોસ્ટ હતી. જેને કારણે સમાજનો માહોલ બગડી શકે. તેથી આવા કન્ટેન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેમને સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવ્યા છે.
વોટ્સએપે ૧૬ જૂનથી ૩૧ જુલાઇ દરમિયાન 30 લાખથી વધુ ભારતીય યુઝર્સના એકાઉન્ટ બંધ કર્યા છે. વોટ્સએપએ જણાવ્યું હતું કે, 95 ટકા કેસમાં સ્પેમ મેસેજને કારણે એકાઉન્ટ બંધ કરાયા છે. વૈશ્વિક સ્તરે વોટ્સએપએ એક મહિનામાં અંદાજે ૮૦ લાખ એકાઉન્ટ બૅન કર્યા છે.