ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
રાજ્યસભામાં વિરોધના નામે વિરોધ પક્ષોના કેટલાક સાંસદો બેફામ વર્તન કરી રહ્યા છે. જેના પગલે રાજ્યસભાના અધ્યક્ષ એમ વૈકેયા નાયડુ આઘાતમાં છે.
આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે તેમણે સાંસદોના વર્તનને વખોડી કાઢ્યું હતુ અને ભાવુક થઈને રડી પડ્યા હતા.
તેમણે કહ્યું કે સંસદમાં જે બન્યું તેનાથી હું ખૂબ જ દુ:ખી છું. ગઈકાલે જ્યારે કેટલાક સભ્યો ટેબલ પર આવ્યા ત્યારે ગૃહની ગરિમાને ઠેસ પહોંચી હતી અને હું આખી રાત ઉંઘી શક્યો નથી.
આ સાથે નાયડુએ વિપક્ષની સતત માંગ પર કહ્યું કે, તમે સરકારને આ વાત માટે દબાણ નાખી શકો નહી કે તે શું કરે અને શું ન કરે.
એવુ મનાઈ રહ્યુ છે કે, ગઈકાલે સંસદમાં હંગામો મચાવનારા રાજ્યસભાના સાંસદો સામે કાર્યવાહી થઈ શકે છે.
રાજ્યસભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી ટેબલેટ ફેંકી દેવાયું. જાણો વિગત