સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા મેડિકલ સાયન્સ દ્વારા 16 જૂન 2021 ના રોજ થનારી INI CET પરીક્ષા 2021 એક મહિના સુધી મોકૂફ રાખી છે.
આ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે રોગચાળા દરમિયાન પરીક્ષાનું આયોજન કરવું યોગ્ય નથી.
પરીક્ષા મુલતવી રાખવા અંગે ટૂંક સમયમાં એઇમ્સ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પરીક્ષાનું ફોર્મ ભરનારા ઘણા ડોકટરો હજી પણ કોવિડ ડ્યુટી પર તૈનાત છે.
