ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે ૨૦૨૧
શુક્રવાર
કોરોનાની પરિસ્થિતિ ભારતમાં ખૂબ ગંભીર છે, કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. હવે તેમાં હજી એક પ્રખ્યાત ડૉક્ટરનું નામ જોડાઈ ગયું છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સૌથી લાંબા સમયથી સેવા આપતા ડૉક્ટરોમાંના એક પ્રખ્યાત સ્ત્રીરોગચિકિત્સક ડૉ. એસ.કે. ભંડારીનું કોરોનાના કારણે ૮૬ વર્ષની ઉંમરે નિધન થયું છે.
શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, તેમની બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રાનો જન્મ પણ ડૉ. એસ.કે. ભંડારી હસ્તક થયો હતો. પ્રિયંકા ગાંધીનાં બે બાળકોની પ્રસૂતિ પણ તેમણે જ કરાવી હતી. સર ગંગા રામ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. એસ.કે. રાણાએ મીડિયાને જણાવ્યું કે હૃદયને લગતી કેટલીક સમસ્યાઓને કારણે બે અઠવાડિયાં પહેલાં ડૉ. ભંડારીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમણે કહ્યું કે કોવિડ-૧૯ સંક્રમણને કારણે તેમની તબિયત લથડતી હતી અને ગુરુવારે બપોરે બે વાગ્યે તેમનું નિધન થયું. ડૉ. ભંડારીને કોવિડ-૧૯ રસીના બંને ડોઝ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે આ અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાવુક ટ્વીટ કરી લખ્યું હતું કે “ડૉ. એસ.કે. ભંડારી, સર ગંગારામના પૂર્વ ડોક્ટરકે જેમના હસ્તક મારો અનેમારા ભાઈનો જન્મ થયો હતો. મારાં બાળકોની ડિલિવરી પણ તેમણે જ કરાવેલી, તેમનું આજે નિધન થયું છે. સિત્તેર વર્ષની વયે પણ તેઓ સવાર-સવારમાં પોતે હૉસ્પિટલ પહોંચી જતા હતા. અંત સુધી તેમણે તેમના મહાન ગુણો કાયમ રાખ્યા હતા. એક મહિલા જેનું હું હમેશાં સન્માન અને પ્રશંસા કરતી હતી. એક મિત્ર, જેમને હું હમેશાં યાદ રાખીશ.”