Site icon

બહુ જલદી બંધ થશે દેશના તમામ ટોલનાકા-ટોલ વસૂલી માટે હવે આ હાઈટેક પદ્ધતિ આવશે અમલમાં-જાણો શું છે સરકારની યોજના 

News Continuous Bureau | Mumbai

દેશના તમામ ટોલ નાકા(Toll Naka) બહુ જલદી બંધ કરવામાં આવવાના છે. તેના બદલે હવે ટોલ વસૂલી(Toll collection) માટે હાઇટેક પદ્ધતિનો(Hi-tech method) ઉપયોગ કરવામાં આવશે એવી જાહેરાત  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ(Union Minister Nitin Gadkari) કરી હતી.

Join Our WhatsApp Community

નીતિન ગડકરીએ કરેલી જાહેરાત મુજબ દેશમાં તમામ જગ્યાએ રસ્તા પર રહેલા ટોલનાકા બંધ કરી દેવામાં આવશે. તેમ FASTag સિસ્ટમ પણ બંધ કરી દેવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને આપ્યો ઝટકો- રાજીનામું ધરી દીધું

નીતિન ગડકરીની જાહેરાત મુજબ ટોલની વસૂલી  કેમેરા દ્વારા આપોઆપ થશે. આથી એવું પણ માનવામાં આવે છે કે ટોલ બૂથ(Toll booth) પરની અડચણ કાયમ માટે સમાપ્ત થઈ જશે. આ ઓટોમેટીક પદ્ધતિ કેટલી સફળ થાય છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થશે. દરમિયાન, તે જાણી શકાયું નથી કે દેશના તમામ ટોલ બુથ ક્યારે બંધ થશે. પરંતુ તેના માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે. હાલમાં દેશમાં ફાસ્ટેગ દ્વારા ટોલ વસૂલવામાં આવે છે. ટોલ બુથ પર ફાસ્ટેગ વગરના વાહનો પાસેથી ડબલ ટોલ વસૂલવામાં આવ્યો હતો. આ FASTag સિસ્ટમ ટોલ બુથ પર વાહનોની અવરજવરને ઝડપી બનાવવા માટે રજૂ કરવામાં આવી હતી. હવે તેનાથી એક ડગલું આગળ વધીને કેમેરા દ્વારા ટોલ બુથ કેવી રીતે ઓટોમેટીક કામ કરશે તે પણ ટૂંક સમયમાં સમજાવવામાં આવશે.
 

PM Modi Mizoram 2025: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો
Vrindavan: વૃંદાવન જ નહીં, પાકિસ્તાન સુધી છે બાંકેબિહારીજીની સંપત્તિ,મંદિર પ્રબંધન કમિટી કરી રહી છે આ કામ
Rafale Fighter Jet: ભારતીય વાયુસેના રાફેલ ફાઇટર જેટ નર લઈને સરકારને કરી આવી ડિમાન્ડ, શું ભારતમાં જ થશે તૈયાર?
PM Modi Manipur visit: મણિપુર હિંસા બાદ PM મોદીની પ્રથમ મુલાકાત, આ શહેર થી શરૂ થશે તેમનો પ્રવાસ
Exit mobile version