દેશમાં કોરોનાના 22 હજાર 854 નવા કેસ નોંધાયા
આમાંથી 85 ટકા કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને તામિલનાડુમાં નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાના 13,659 નવા કેસ નોંધાયા છે, જે પાંચ મહિનામાં સૌથી વધારે છે.
દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ ધરાવતા 10 શહેરોમાંથી 8 શહેરો મહારાષ્ટ્રના છે.