દેશમાં કોરોના રસીકરણ શરૂ થયા બાદ એવા પ્રશ્નો ઉભા થયા હતા કે સરકાર, સ્વદેશી નિર્મિત કોવેક્સીન અને કોવિશિલ્ડ રસીને ક્યારે ઓપન માર્કેટમાં વેચવાનું શરૂ કરશે?
કોરોના વેકિસનના વેચાણ મુદ્દે સ્પષ્ટતા કરતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કહ્યું હતું કે, વેક્સિન ઓપન માર્કેટમાં વેચવાની ત્યારે જ મંજૂરી અપાશે જ્યારે ફેસ-થ્રી ટ્રાયલનાં પરિણામો સારા આવશે.
સરકાર આગામી સાતથી આઠ મહિના સુધી ફક્ત તે જ લોકોને વેક્સિન પહોંચાડશે. જેમને સૌથી વધું જરૂર છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિનેશનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં લાખોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
