ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના બે જવાનો અને એક વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ) પર બારામુલ્લામાં સોમવારે કેટલાક અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જેમાં તેઓ શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે જણાવ્યું હતું કે, બારામુલ્લા હુમલામાં ઘાયલ થયેલા સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બંને જવાનોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ બંનેએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બારામુલ્લાહ જિલ્લાના કરેરી વિસ્તારમાં સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર અચાનક હુમલો કર્યો હતો. આ આતંકવાદી ઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે બાદ આજે બપોરે એન્કાઉન્ટરમાં એક અને સાંજ સુધીમાં બીજા બે, મળીને કુલ 3 આતંકવાદી માર્યા ગયા હતાં, એમ પોલીસે જણાવ્યું હતુ અને બે વધુ ફસાયેલા હોવાનું માનવામાં આવે છે.
12 ઓગસ્ટના રોજ પણ શ્રીનગર-બારામુલ્લા હાઇવે પર હાયગામ ખાતે આર્મીની ક્વિક રિએક્શન ટીમ (ક્યૂઆરટી) દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. ઉત્તર કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળો પર આવો બીજો હુમલો છે. રવિવાર (16 ઓગસ્ટ) ના રોજ સોપોર ગામના બગીચામાં આતંકીઓ પર સૈન્યની સંયુક્ત ટીમે ફાયરિંગ કર્યું હતું.. આમ ભારતીય જવાનો પણ આતંકવાદી હુમલાનો જવાબ આપી રહયાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com