ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓગસ્ટ 2020
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પછી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરાના બે મહત્વપૂર્ણ મુદ્દાઓ પૂર્ણ કર્યા છે. પ્રથમ – જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવવી અને બીજું – રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવો.
રામ મંદિરના શિલાન્યાસના બીજા જ દિવસે, સોશ્યલ મીડિયા પર લોકોએ ત્રીજુ વચન એટલે કે 'યુનિફોર્મ સિવિલ કોડ' લાગુ કરવાને લઈ ભાજપને અને પીએમ મોદીને ટૅગ કરી રહયાં હતાં. આમાંથી સૌથી વધુ ટ્વીટ પત્રકાર શાહિદ સિદ્દીકીએ કર્યા હતાં. જેણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તારીખની આગાહી પણ કરી દીધી હતી. લખ્યું હતું કે 'સરકાર આ કામ 5 ઓગસ્ટ, 2021 સુધીમાં પૂર્ણ કરશે.'
આમ તો ભારતમાં, સમાન નાગરિક સંહિતાની ચર્ચા આઝાદીથી ચાલી રહી છે. ભારતના બંધારણના ઘડવૈયાઓએ સૂચન પણ કર્યું હતું કે તમામ નાગરિકો માટે એક જ કાયદો હોવો જોઈએ જેથી તેમના લગ્ન, તલ્લાક, સંપત્તિનો વારસો અને બાળક દત્તક લેવાં જેવાં મુદ્દા આવરી લઈ શકાય..
કાયદાના નિષ્ણાતો કહે છે કે બ્રિટિશ શાસકો પણ ભારતમાં સામાજિક વિવિધતા જોઈને આશ્ચર્યચકિત હતાં. તેઓને આશ્ચર્ય પણ થયું કે ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તી, તે બધાના પોતાના અલગ કાયદા હતાં. જ્યારે શીખ, બૌદ્ધ અને જૈન ધર્મના અનુયાયીઓને હિન્દુઓ માટે બનાવેલા કોડ હેઠળ લાવવામાં આવ્યા હતા. પરંતું બ્રિટિશ શાસન દરમિયાન મુસ્લિમોના લગ્ન, છૂટાછેડા અને વારસદારોના કેસો શરિયા અનુસાર નક્કી થયા હતા..
આજે પણ બ્રિટીશ સરકારના આઝાદી પહેલાંના કાયદા અમલમાં હોવાથી, આજના સમયની માંગ અનુસાર સમાન નાગરિકતાં કાનૂન લાગુ કરવાની માંગ જનતા દ્વારા થઈ રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com