ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
31 જુલાઈ 2020
તાજેતરમાં જાહેર કરાયેલા લેન્સેટના રિપોર્ટ કહેવાયું છે કે, દુનિયાની વસ્તી 2064માં પીક પર હશે. ત્યારપછી વસ્તી ઘટવા લાગશે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 2064 માં દુનિયાની વસ્તી 973 કરોડ થઈ જશે. અને વર્ષ 2100 સુધી તે ઘટીને 879 કરોડ થઈ જશે. પરંતુ ભારતની વસ્તી 2048 પછી ઘટવા લાગશે.
આ ગ્લોબલ પોપ્યુલેશન પ્રોજેક્શન રિપોર્ટમાં આવનારા 80 વર્ષોમાં દુનિયાની વસ્તી અંગે ઘણા ફેક્ટ્સ છે. ભારત સહિત દુનિયાના એ દેશોમાં ફર્ટિલિટી રેટ 70 % સુધી ઘટી જશે જેમની વસ્તી વધુ છે. 2100 ભારતના ફર્ટિલિટી રેટમાં 68 % સુધી ઘટી જશે. 138 કરોડ વસ્તી વાળા દેશ ભારતમાં 2100 સુધી 28 % લોકો ઘટી જશે. સૌથી વધુ વસ્તી વાળા દેશમાં સામેલ રશિયા, જાપાન, બ્રાઝિલ 2100 સુધી ટોપ ટેનની બહાર થઈ જશે…
વર્ષ 2100 માં પાકિસ્તાનને બાદ કરતા દક્ષિણ એશિયાના તમામ દેશોની વસ્તી હાલની તુલનામાં ઓછી હશે. ભારતની વસ્તી આજની તુલનામાં લગભગ 21 % ઓછી હશે તો બાંગ્લાદેશમાં હાલની તુલનામાં અડધા લોકો જ રહી જશે. સાથે જ પાકિસ્તાનની વસ્તી 80 વર્ષ પછી 16 % વધશે. જો કે ત્યાં પીક 2062માં આવશે. જ્યારે ત્યાં આજની તુલનામાં લગભગ 47 % વધુ વસ્તી હશે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com