ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં સાન ફ્રાન્સિસ્કો અમેરિકા નું છઠ્ઠું રાજ્ય બન્યું છે. જેણે ઠરાવ પસાર કરી ભારતના 'સીએએ' અને 'એનઆરસી' કાનૂનનો વિરોધ દર્શાવ્યો છે. આ કાયદો માનવ અધિકારો વિરોધનો હોવાનું જણાવ્યું છે. સાન ફ્રાન્સિસ્કોના સ્થાનિક NGO સાથે મળી યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રગતિશીલ દક્ષિણ એશિયન જૂથોની છાત્ર સંસ્થા, એલાયન્સ ફોર જસ્ટિસ એન્ડ અકાઉન્ટબિલિટી (એજેએ) એ, ભારતના CAA અને NRC ની નિંદા કરતો પ્રસ્તાવ સાન ફ્રાન્સિસ્કો બોર્ડ ઓફ સુપરવાઇઝર્સ દ્વારા પસાર કરવામાં આવ્યો છે, તેને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે ભારતે આ કાનૂન દ્વારા કોઈ એક સમુદાય ને વંચીત રાખ્યો છે જે માનવ અધિકારોનું હનન છે.
અહીં નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા અમેરિકાના ઓછા જાણીતા 5 રાજ્યો પહેલા જ ભારતીય નાગરિકતા સુધારો કાયદાનો એસેમ્બલીમા વિરોધ દર્શાવી ચુક્યા છે. જેમાં, સીએટલ, અલ્બેની, સેન્ટ પોલ, હેમટ્રેમક અને કેમ્બ્રિજનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓ અને યુ.એસ. કમિશન ફોર ઇન્ટરનેશનલ રીલીજીયન્સ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ) એ પણ સીએએ-એનઆરસી મૂદ્ધે કહ્યું હતું કે આ કાયદા "લાખો લોકોની નાગરિકતા ઉપર સવાલ ઉભા કરે છે પરંતુ સંભવિત રાજ્યહીનતાની સજા અને પરિણામો એક સમુદાય જ સહન કરશે." .
ઉલ્લેખનીય છે કે 'સીએએ 10 ડિસેમ્બર, 2019 પસાર કરાયો હતો, ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે જાન્યુઆરી 2020 માં તેને લાગુ કર્યો હતો. જોકે, સરકાર નિયત સમયની અવધિમાં તેની અરજી માટેના નિયમોને અંતિમ રૂપ આપવામાં નિષ્ફળ ગઈ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com