ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
1 જુલાઈ 2020
પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એલઓસી પાસે પાક.દ્વારા સેના તૈનાત કરવામાં આવી છે અને ચીનના અધિકારીઓ આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે જમ્મુ-કાશ્મીરમાં હિંસા ભડકાવવા માટે વાતચીત કરી રહ્યા છે, એવી ગુપ્તચર સંસ્થા તરફથી માહિતી મળી છે. જે ચીન-પાક મળેલાં હોવાના સ્પષ્ટ સંકેતો છે. પાકિસ્તાને લગભગ 20,000 વધારાના સૈનિકોને એલઓસી પર ખસેડ્યા છે. બાલાકોટ હવાઈ હુમલા પછી પાકિસ્તાને જેટલાં સૈનિકો તૈનાત કર્યાં હતા તેના કરતા પણ આ સંખ્યા ઘણી વધારે છે.
પાકિસ્તાન અને ચીનની સરહદો પર એક સાથે મોટી સંખ્યામાં સેના ગોઠવવી અને કાશ્મીરમાં આતંકવાદ ઉશ્કેરવાના પ્રયાસો કરવાથી ઘાટીમાં આપણી સેના બે મોરચે યુદ્ધ લડી રહી છે. આ વ્યૂહરચના બંને દુશ્મન દેશો દ્વારા રચવામાં આવી હોય એવું નિષ્ણાંતોને લાગી રહ્યું છે.
આ ઉપરાંત અનેક રસ્તેથી ભારતમાં ઘૂસણખોરી પણ થઈ રહી છે. જેના કારણે તંગદિલી વધી છે..
આમ તો જમ્મુ અને કાશ્મીરના વિભાજન પછી, ગિલગિટ-બાલ્ટિસ્તાન લદાખના કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ છે, પરંતુ પાકિસ્તાન દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. આ વિસ્તાર કારગિલ-દ્રાસને જોડે છે.. જ્યાં ભારતે 1999 માં પાકિસ્તાની ઘુસણખોરોને બહાર કાઢવા યુદ્ધ લડ્યું હતું.
ગુપ્તચર અહેવાલો અનુસાર, ચીની અધિકારીઓએ, કાશ્મીરમાં હિંસા કરવાનો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ અલ બદ્રના કેડર સાથે બેઠક કરી છે. “અનુમાન એ છે કે ચાઇના, આ સંગઠનને ફરીથી જીવંત બનાવવા માટે ટેકો પૂરો પાડી શકે છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com