ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
27 જુન 2020
ભુતાને, મીડિયા અહેવાલોને નકારી કાઠી જણાવ્યું છે કે "આસામના ખેડુતને મળતો સિંચાઈ પુરવઠો બંધ કરી દીધો છે" એ વાત જ 'સંપૂર્ણ પાયાવિહોણા' અને 'ભૂતાન અને આસામના મૈત્રીપૂર્ણ લોકો વચ્ચે ગેરસમજ પેદા કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ' ગણાવ્યુ છે.
પોતાનું વલણ સ્પષ્ટ કરતાં ભુતાનની સરકારે કહ્યું કે "કુદરતી અવરોધથી પ્રવાહ ખોરવાયો હતો, તે ઉપરવાસના પ્રવાહને અવરોધતા માર્ગોની સાફ સફાઈ કરી રહયું છે અને ચેનલોનું સમારકામ કરટી વખતે પાણી અવરોધાયું હતું. એક નિવેદનમાં, ભૂતાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે '24 જૂન, 2020 થી, ભારતમાં એવા ઘણા સમાચાર લેખો પ્રકાશિત થયા છે કે જેના પર એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભૂતાને સમદ્રુપ જોંગઘર જિલ્લાને અડીને આવેલા આસામના બકસા અને ઉદાલગુરી જિલ્લામાં ભારતીય ખેડુતોને સિંચાઈનું પાણી પહોંચાડતી પાણીની નહેરો બંધ કરી દીધી છે, જે દુ: ખદાયક આક્ષેપ છે અને વિદેશ મંત્રાલય એ સ્પષ્ટ કરવા માંગશે કે સમાચાર લેખો તદ્દન પાયાવિહોણા છે'.
આમ એક આધિકારીક નિવેદન આપી ભુતાને પોતાના અંગે થયેલી ગેરસમજ દૂર કરી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com