ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
18 જુન 2020
કોરોના ને લઇ ચીને ડબ્લ્યુ.એચ.ઓ સાથે કરેલી સાંઠગાંઠ બાદ અમેરીકા સાથે ના સબંધોમાં ખટાશ આવી જ ગઈ છે. હવે ભારત સાથે સરહદે ચીનનો સંઘર્ષ વધતા અમેરિકાએ પ્રશાંત મહાસાગરમાં ત્રણ યુદ્ધ જહાજ તેનાત કરી દીધા છે. જેનાથી ચીન અકડાયું છે. અમેરિકાએ તુરંત જ ફરિયાદ કરતાં કહ્યું કે "ચીન સીમા વિવાદમાં કોઇની દખલગીરી સહન કરશે નહીં". નોંધનીય છે કે લદાખમાં એલ.એ.સી પર થયેલી અથડામણ બાદ આપણા 20 જવાનો શહીદ થતાં, અમેરિકાના ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાતો આ આખા મામલા પર વોચ રાખી ને બેઠા છે.
આમ તો અમેરિકા પાસે 11 ન્યુક્લિયર કેરિયર યુદ્ધ જહાજ છે. જેમાંથી ત્રણ ને પ્રથમ વખત જ પ્રશાંત મહાસાગરમાં તૈનાત કર્યા છે. ચીન ભ્રમમાં છે કે અમેરિકા કોરોનાની લડાઇમાં વ્યસ્ત હોવાથી આ મુદ્દે કોઇ હસ્તક્ષેપ કરશે નહીં પરંતુ એનાથી ઉલટુ અમેરિકા યુદ્ધ માટે તૈયાર થઈ ગયું છે. આને લીધે ચાઇના ફરિયાદો કરવા માંડ્યું છે. આ સાથે જ અમેરિકાએ બલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com