News Continuous Bureau | Mumbai
Narendra Modi 3.0 oath event:લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની જાહેરાત બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. હવે અટકળો છે કે તેમના શપથ ગ્રહણ સમારોહની તારીખ એક દિવસ માટે આગળ વધારી દેવામાં આવી છે. જો કે હજુ સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. અગાઉ એવી શક્યતાઓ હતી કે તેઓ 8 જૂન એટલે કે શનિવારે શપથ લઈ શકે છે. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 સીટો મળી હતી.
Narendra Modi 3.0 oath event: 9 જૂન રવિવારે લઈ શકે છે શપથ
મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદી હવે 8ની જગ્યાએ 9 જૂન રવિવારે શપથ લઈ શકે છે. ખાસ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી 2024ની ચૂંટણીમાં 240 સીટો જીતવામાં સફળ રહી છે. જો કે, પાર્ટી પોતાના દમ પર બહુમતી મેળવી શકી ન હતી અને 2019ની સામાન્ય ચૂંટણીની સરખામણીમાં લગભગ 63 બેઠકો ગુમાવી હતી.
આ સમાચાર પણ વાંચો : Vivan Karulkar: ગર્વની વાત.. વિવાન કરુલકરના સનાતન ધર્મ પરના ‘આ’ પુસ્તક પર લાગી બ્રિટિશ શાહી પરિવારની મહોર..
મહત્વનું છે કે PM મોદીએ બુધવારે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. તે જ સમયે, રાષ્ટ્રપતિ દ્વારા રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને નવી સરકાર સત્તા આવે ત્યાં સુધી પદ પર રહેવા અપીલ કરવામાં આવી હતી.
Narendra Modi 3.0 oath event: આ મહેમાનો રહશે ઉપસ્થિત
જ્યારથી એનડીએ ચૂંટણી જીતી છે ત્યારથી વિદેશી નેતાઓ મોદીને અભિનંદન આપી રહ્યા છે. એવા અહેવાલ છે કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. આ સિવાય નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક પણ આ કાર્યક્રમનો ભાગ બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે છે.