News Continuous Bureau | Mumbai
Narendra Modi Oath-Taking Ceremony: સામાન્ય ચૂંટણીઓ 2024 પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મંત્રીપરિષદનો શપથ ગ્રહણ સમારોહ ( Cabinet oath taking ceremony ) આજે યોજાવાનો છે. આ પ્રસંગે ભારતનાં પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રનાં નેતાઓને વિશિષ્ટ અતિથિઓ ( Special guests ) તરીકે ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રાનિલ વિક્રમસિંઘે; માલદિવનાં રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઈઝ્ઝુ; સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ શ્રી અહમદ આફીફ; બાંગ્લાદેશના પ્રધાનમંત્રી મહામહિમ શેખ હસીના; મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિન્દ કુમાર જગન્નાથ; નેપાળના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’; અને ભૂતાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શેરિંગ તોબગેને શપથ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
આ સમાચાર પણ વાંચો: Rain Alert: મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, પુણેમાં ભારે વરસાદ, સિંધુદુર્ગમાં રેડ એલર્ટ; જાણો અહીં કયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી?
શપથગ્રહણ સમારંભમાં ( swearing-in ceremony ) સહભાગી થવા ઉપરાંત એ જ સાંજે નેતાઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુ ( Droupadi Murmu ) દ્વારા આયોજિત ભોજન સમારંભમાં પણ હાજરી આપશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સતત ત્રીજા કાર્યકાળ માટે શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે નેતાઓની મુલાકાત ભારત દ્વારા તેની ‘પડોશી પ્રથમ’ની નીતિ અને ‘સાગર’ વિઝનને સર્વોચ્ચ પ્રાથમિકતાને અનુરુપ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.