Narendra Modi: પ્રધાનમંત્રી 6 જાન્યુઆરીએ બહુવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

Narendra Modi PM to inaugurate and lay foundation stone of multiple railway projects on January 6

 News Continuous Bureau | Mumbai 

  • પીએમ તેલંગાણામાં ચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે
  • પીએમ ઈસ્ટ કોસ્ટ રેલ્વેના રાયગડા રેલ્વે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે

Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ પ્રોત્સાહન આપવાના મુખ્ય પગલામાં, પ્રધાનમંત્રી નવા જમ્મુ રેલ્વે વિભાગનું ઉદ્ઘાટન કરશે. સાથે તેલંગાણામાં ચારલાપલ્લી નવા ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને પૂર્વ તટ રેલવેના રાયગડા રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે.

પઠાણકોટ-જમ્મુ-ઉધમપુર- શ્રીનગર-બારામુલ્લા, ભોગપુર સિરવાલ-પઠાણકોટ, બટાલા-પઠાણકોટ અને પઠાણકોટથી જોગીન્દર નગર સુધીના 742.1 કિલોમીટર લાંબા જમ્મુ રેલ્વે ડિવિઝનના નિર્માણથી જમ્મુ અને કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોને ઘણો ફાયદો થશે અને લોકોનાં પ્રવાસ મોટા પ્રમાણમાં સુધરશે. લોકોની લાંબા સમયથી રહેલી આકાંક્ષા પૂર્ણ થશે અને ભારતના અન્ય ભાગો સાથે કનેક્ટિવિટી સુધરશે. આનાથી રોજગારીની તકો ઉભી થશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે, પ્રવાસનને વેગ મળશે અને પ્રદેશનો એકંદર સામાજિક-આર્થિક વિકાસ થશે.

આ સમાચાર પણ વાંચો : Jammu and Kashmir Accident: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું,આટલા જવાન શહીદ..

Narendra Modi:  તેલંગાણાના મેડચલ-મલકાજગીરી જિલ્લામાં ચારલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનને લગભગ રૂ. 413 કરોડના ખર્ચે બીજા પ્રવેશની જોગવાઈ સાથે નવા કોચિંગ ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ ઈકો-ફ્રેન્ડલી ટર્મિનલમાં સારી પેસેન્જર સુવિધાઓ છે, જે સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાચેગુડા જેવા શહેરમાં હાલના કોચિંગ ટર્મિનલ પર ભીડ ઘટાડશે.

પ્રધાનમંત્રી ઈસ્ટ કોસ્ટ રેલ્વેના રાયગડા રેલ્વે ડિવિઝન બિલ્ડીંગનો શિલાન્યાસ કરશે. તે ઓડિશા, આંધ્રપ્રદેશ અને નજીકના વિસ્તારોમાં કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને આ ક્ષેત્રને એકંદર સામાજિક-આર્થિક વિકાસ તરફ દોરી જશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.