News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને(Shehbaz sharif) પત્ર લખીને નવી સરકારને શુભેચ્છા પાઠવી છે.
સાથે જ પીએમ મોદીએ તેમને આતંકની સામે પગલાં ભરવા પ્રેરિત કર્યાં છે.
પ્રધાનમંત્રીએ પોતાના આ પત્રમાં શાહબાઝ શરીફ માટે કરાયેલી પોતાની ટ્વીટના(Tweet) તર્જ પર શુભકામનાઓ પાઠવી છે.
આ સિવાય તેમણે વાતચીત માટે આતંક મુકત(Terror Free) વાતાવરણ બનાવાની વાત કહી છે.
વડાપ્રધાને લખ્યું છે કે ભારત પણ વાત કરવા માંગે છે અને સાથે મળીને ગરીબી સહિત અન્ય સમસ્યાઓને ઉકેલવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી મોદીએ બીજી વાર અભિનંદન આપ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન મોદી વિશે પાક.ના પૂર્વ ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી; જાણો વિગતે