News Continuous Bureau | Mumbai
National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસ (National Herald Case) માં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ભાજપના સાંસદ સુબ્રમણ્યમને તેમનો ટૂંકો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપતા કોર્ટે સુનાવણી મુલતવી રાખી છે.
National Herald Case: ચાર અઠવાડિયામાં અરજીઓનો લેખિત જવાબ આપવાનો નિર્દેશ
જસ્ટિસ નીના બંસલ ક્રિષ્નાએ ત્રણેયને ચાર અઠવાડિયામાં અરજીઓનો લેખિત જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ત્યારપછી 15,000 રૂપિયાના મુકદ્દમા ખર્ચ સાથે લેખિત જવાબ સ્વીકારવામાં આવશે.
અગાઉ, 22 ફેબ્રુઆરી, 2021ના રોજ, દિલ્હી હાઈકોર્ટે સોનિયા ગાંધી, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી ઓસ્કર ફર્નાન્ડિસ (સ્વર્ગસ્થ), સુમન દુબે, સેમ પિત્રોડા અને યંગ ઈન્ડિયાને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં કોર્ટે સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર પોતાનું સ્ટેન્ડ રજૂ કરવાની સૂચના આપી હતી. તેમજ આ કેસની કાર્યવાહી પર સ્ટે મુકવામાં આવ્યો હતો.
National Herald Case: ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આગામી સુનાવણી સુધી ચાલુ રહેશે
દિલ્હી હાઈકોર્ટે આજે કહ્યું હતું કે કેસની ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આગામી સુનાવણી સુધી ચાલુ રહેશે. કોંગ્રેસના નેતાઓ વતી વરિષ્ઠ વકીલ આરએસ ચીમા અને તરન્નુમ ચીમાએ કોર્ટમાં દલીલો રજૂ કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Maharashtra politics : એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે બંધ બારણે થઇ બેઠક, મહારાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે? ચર્ચાનું બજાર ગરમ..
National Herald Case: સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી
મહત્વનું છે કે સુબ્રમણ્યમ સ્વામીએ 11 ફેબ્રુઆરી, 2021ના રોજ ટ્રાયલ કોર્ટના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં સુબ્રમણ્યમ સ્વામી ગાંધી પરિવાર અને અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવા માટે પુરાવા રજૂ કરવા માંગતા હતા. તેણે આ માટે અરજી કરી હતી પરંતુ ટ્રાયલ કોર્ટે તેને ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે કહ્યું હતું કે કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ પુરાવા રજૂ કરવા માટે ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 244 હેઠળ સ્વામીની અરજી પર વિચાર કરવામાં આવશે.