ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી.
20 જુન 2020
ગલવાન ઘટના અને ચીની સેના 'પીએલએ'નું બિલ્ડ અપ, શરૂઆતથી ચીનની માનસિકતા દર્શાવતું હતું. ચીન ભારત સાથે સંપૂર્ણ રીતે શસ્ત્ર સંઘર્ષ ઇચ્છતું નથી. પરંતુ ગલવાન ઘાટીમાં તેના જે 40 થઈ વધુ મરાયાં એ પચાવવું મુશ્કેલ થયું છે. નિષ્ણાતોના મતે ચાઇના LAC પર વધુ કાંઈ કરશે નહી, પરંતું વિસ્તાર વધારવા આજુ બાજુના વિસ્તારો પર નજર ફેરવશે. જેમાં આંદામાન પણ એક હોઈ શકે છે. આમ પણ ચીને પહેલાથી જ કૃત્રિમ ટાપુઓ અને ફ્લોટિંગ લેન્ડમાસેસ ઉભા કરી દીધા છે જે ખરેખર તેના લશ્કરી થાણા છે. ચીન આંદામાન જેવા ટાપુઓ શોધી રહ્યું છે જેનો તે વ્યૂહાત્મક રીતે વાપરી શકે. આંદામાનમાં, આપણી પાસે આવા ટાપુઓ છે, પરંતુ તેમની સંભાવનાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છીએ,” એમ નેવીના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીનું કહેવું છે.
ખરેખર ભારતીય મુખ્ય ભૂમિ દક્ષિણ ચાઇના સમુદ્ર કરતા આંદામાન નિકોબારથી વધુ દૂર છે જેના પર ચાઇના પોતાનો દાવો કરે છે. તદુપરાંત, તેના પર કબ્જો કરવા માટે ચીને પ્લાનિંગની જરૂર પડશે..
વરિષ્ઠ નેવી અધિકારીઓ કહે છે કે અંદામાન અને નિકોબાર ટ્રાઇ સર્વિસીસ કમાન્ડ માટે કેપિટલ જહાજોની જરૂર પડે છે, જેમાં મિસાઇલ ફ્રિગેટ્સ અને વિસ્ફોટક પણ જોઈશે. ઓછામાં ઓછી P- 3-4 પી-8 આઈ લોંગ રેન્જના સર્વેલન્સ અને રિકોનિસન્સ એરક્રાફ્ટ પણ ત્યાં સતત પેટ્રોલીંગ માટે ભારતે તૈનાત કરવા જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતે અંદામાન ટાપુ પરન વધુ ધ્યાન આપવાની જરૂર છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com