News Continuous Bureau | Mumbai
Naxal Attack : છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ અબુઝહમાડમાં ટોચના નક્સલી કમાન્ડરોને ઘેરી લીધા છે. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 25 નક્સલીઓ માર્યા ગયાના અહેવાલ છે. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ જણાવ્યું હતું કે નક્સલ પ્રભાવિત નારાયણપુર-બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 25 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
#Chhattisgarh: At least 15-20 Naxalites repotedly killed in an encounter in Narayanpur, Bijapur, and Dantewada pic.twitter.com/5vqk31iMcU
— DD News (@DDNewslive) May 21, 2025
Naxal Attack : સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું હતું કે જિલ્લાના અબુઝહમાડ વિસ્તારના માડ ડિવિઝનમાં નક્સલવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે, જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દાંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
Naxal Attack : માર્યા ગયેલા નક્સલીઓમાં ઘણા મોટા નામોનો સમાવેશ
બુધવારે સવારે નારાયણપુર જિલ્લાના અબુઝમાડ જંગલમાં સુરક્ષા દળોએ 25 નક્સલીઓને ઠાર માર્યા હતા. અત્યાર સુધીમાં 20 માઓવાદીઓના મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં મોટા કેડર નક્સલીઓનો પણ સમાવેશ થાય છે. આ એન્કાઉન્ટર દંતેવાડા, નારાયણપુર અને બીજાપુર જિલ્લાની સરહદ પર ચાલી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Pakistan army chief Asim Munir Promotion : શક્તિ પરિવર્તન: પાકિસ્તાનમાં જનરલ આસિમ મુનીર બન્યા ફીલ્ડ માર્શલ, લશ્કરી દબદબો વધ્યો
Naxal Attack : ફાયરિંગમાં એક જવાન ઘાયલ
પોલીસને માહિતી મળી હતી કે નક્સલ પોલિટબ્યુરોના સભ્ય અને નક્સલ સંગઠનના મહાસચિવ બસવ રાજુ અબુઝહમાદના બોટરમાં હાજર છે. તેના પર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે રાજુ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે કે નહીં. રાજ્યના ગૃહમંત્રી વિજય શર્માએ એન્કાઉન્ટર અંગે માહિતી આપી છે. તેમના મતે, ગોળીબારમાં એક સૈનિક ઘાયલ થયો છે. તેમની હાલત ખતરાથી બહાર છે.
