મોટા સમાચાર : જે મહામહેનતે ના થઈ શક્યું, એ કોરોનાએ કરી દેખાડ્યું; દોઢસો સૈનિકોને મારનાર આ ખૂનખાર વ્યક્તિને થયો કોરોના

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૫ જૂન 2021

શુક્રવાર

નક્સલવાદીઓ પર પણ કોરોના હાવી થયો છે. બસ્તરમાં અનેક મોટી નક્સલવાદી ઘટનાઓને અંજામ આપનાર ખૂનખાર માઓવાદી માડવી હિડમા પણ હવે કોરોનાના ચુંગાલમાં સપડાયો છે. હિડમા છેલ્લા ઘણા દિવસોથી બસ્તરનાં જંગલોમાં કોરોનાથી ઝઝૂમી રહ્યો છે. હિડમા માઓવાદીઓની દંડકારણ્ય વિશેષ ઝોનલ કમિટીનો સભ્ય છે અને તેના ઉપર 25 લાખનું ઇનામ પણ છે.

આ વાતની પુષ્ટિ કરતાં બસ્તરના IG સુંદરરાજ પી.એ સ્થાનિક મીડિયાને કહ્યું છે કે “હિડમાને કોરોના ચેપ લાગ્યો હોવાની માહિતી મળી છે, એ છેલ્લા ઘણા દિવસથી બીમાર છે.” હિડમા સિવાય અન્ય ઘણા મોટા કેડર નક્સલવાદીઓ પણ કોરોનાની ચપેટમાં છે. તેને દવાઓની સખત જરૂર છે. થોડા દિવસ પહેલાં બીજપુર પોલીસે નક્સલવાદીઓની સપ્લાય ટીમના બે સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસને તેમની પાસેથી મોટી માત્રામાં દવાઓ, માસ્ક, સેનિટાઇઝર મળી આવ્યાં હતાં.

જય શ્રીકૃષ્ણ! મુસલમાન અતિક્રમણખોરો દ્વારા બનાવવામાં આવેલી કૃષ્ણ જન્મભૂમિ મસ્જિદને વૈકલ્પિક જમીન ઑફર કરાઈ; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે બસ્તરમાં અનેક મોટી નકસલી ઘટનાઓ બની છે. એમાંથી તાડમેટલાની ઘટનામાં 76 જવાનો, રાનીબોદલીમાં 55, બુરકાપાલમાં 25 અને ટેકલગુડામાં 22 જવાન શહીદ થયા હતા. નક્સલવાદી હિડમા આ બધી ઘટનાઓનો માસ્ટર માઇન્ડ હતો.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment