ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
2 જુલાઈ 2020
દંતેવાડા પ્રશાસન દ્વારા નક્સલીઓ માટે 'લોન વર્રાટુ' અર્થાત 'ઘરવાપસી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કેટલાક એક્ટિવ નક્સલીઓને સામાન્ય પ્રવાહમાં જોડવામાં સરકારી અધિકારીઓને સફળતા મળી છે.
ઘરવાપસી અભિયાન જિલ્લાના વિભિન્ન ગામોમાં સક્રિય નક્સલી સંગઠન સાથે સંકળાયેલા લોકો આત્મસમર્પણ કરી રહ્યા છે.
દંતેવાડા ના કલેકટર, પોલીસ અને પ્રશાસન ના સંયુક્ત પ્રયાસોને કારણે, ખોટી અને ખોખલી વિચારધારાને ત્યાગી આ ક્ષેત્રના 18 નક્સલીઓએ કલેક્ટર અને પોલીસ ટીમ સમક્ષ પોતાના હથિયાર હેઠા મુક્યા છે.
નોંધનીય છે કે છત્તીસગઢ સરકારની પુનઃવસન યોજના હેઠળ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને પ્રોત્સાહન રાશિ પણ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે બે લાખનો ઇનામી નકસલી ભીમા મરકાલે એ સમક્ષ આત્મસમર્પણ કરતા તેને 10,000 રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવામાં આવી હતી. આ ભીમા મારકાલે નકસલીઓની પ્લાટુન નંબર 24 નો સક્રિય સદસ્ય હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com