NCB Bike Rally : NCBએ ડ્રગ-મુક્ત ભારતને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી સાયક્લોથોન અને બાઇક રેલીઓ શરૂ કરી

NCB Bike Rally : મુંબઈમાં, NCB એ ગ્રેટર મુંબઈ પોલીસ સાથે મળીને બાંદ્રા રિક્લેમેશનથી જુહુ બીચ સુધી સાયક્લોથોનનું આયોજન કર્યું હતું, જેને ADG, ATS મહારાષ્ટ્ર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી.

by kalpana Verat
NCB Bike Rally NCB Launches Nationwide Cyclothons and Bike Rallies to Promote a Drug-Free India

News Continuous Bureau | Mumbai 

NCB Bike Rally :

ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી સામેના આંતરરાષ્ટ્રીય દિવસ (26 જૂન) પહેલા રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાનના ભાગ રૂપે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) 11 જૂન 2025થી નશા મુક્ત પખવાડા (પખવાડિયા) ઉજવી રહ્યું છે, પખવાડાના ભાગ રૂપે, 22 જૂન 2025ના રોજ સમગ્ર ભારતમાં સાયક્લોથોન અને બાઇક રેલીઓનું આયોજન કરવામાં આવ્યું. આ પહેલમાં જાહેર એકતા અને ડ્રગ-મુક્ત ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી, જેમાં અમલીકરણ એજન્સીઓ, યુવા સ્વયંસેવકો, બેંકિંગ સંસ્થાઓ, NGO અને નાગરિકોનો સમાવેશ થતો હતો.

નવી દિલ્હીમાં, ચાણક્યપુરી સ્થિત રાષ્ટ્રીય પોલીસ સ્મારકથી સાયક્લોથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં NCB, દિલ્હી પોલીસ, CAPF, બ્રહ્માકુમારીઓ અને સમુદાય જૂથો સહિત 1,000 થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો. NCB ના મહાનિર્દેશક શ્રી અનુરાગ ગર્ગે રેલીને લીલી ઝંડી આપી અને તેનું નેતૃત્વ કર્યું અને સહભાગીઓ સાથે સાયકલ ચલાવી હતી. આ કાર્યક્રમમાં ઓલિમ્પિયન સરિતા મોર સહિત NCB અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સભાને સંબોધતા શ્રી ગર્ગે કહ્યું, “ડ્રગ્સ સામેની આ લડાઈ ફક્ત અમલીકરણ એજન્સીઓની જવાબદારી નથી. તેના માટે યુવાનો, પરિવારો અને સંસ્થાઓ સહિત સમાજની સામૂહિક પ્રતિબદ્ધતાની જરૂર છે. ચાલો આપણે જાગૃતિ, સહાનુભૂતિ, સહયોગ અને અસરકારક કાર્યવાહી દ્વારા ડ્રગ મુક્ત ભારતના વિઝનને પ્રાપ્ત કરવા માટે આ ચળવળને મજબૂત બનાવીએ.”

આ ઉપરાંત, મુંબઈમાં, NCB એ ગ્રેટર મુંબઈ પોલીસ સાથે મળીને બાંદ્રા રિક્લેમેશનથી જુહુ બીચ સુધી સાયક્લોથોનનું આયોજન કર્યું હતું, જેને ADG, ATS મહારાષ્ટ્ર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં “ડ્રગ્સને ના કહો, જીવનને હા કહો” નામની ખાસ પોસ્ટલ સ્ટેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, કોલકાતામાં, બેંકો અને જાહેર સંસ્થાઓના 300 થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો અને પ્રાદેશિક પહોંચને વધુ ઊર્જા આપી હતી.

ચેન્નાઈ ઝોનલ યુનિટે એક ભવ્ય સાયક્લોથોનનું આયોજન કર્યું હતું. 1,500થી વધુ સાયકલ સવારો અને 30 રાઇડર્સ આર્મી બાઇકર્સ સાથે 40 કિમી બાઇકથોનનો કાર્યક્રમ સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. અમદાવાદમાં, NCB અધિકારીઓ, યુવાનો અને NGO સહિત 100 થી વધુ બાઇકર્સે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સમાપ્ત થયેલી રેલીમાં ભાગ લીધો હતો.

ગુવાહાટીમાં 550થી વધુ સાયકલ સવારોની ભારે ભીડ જોવા મળી હતી. બેંગલુરુમાં, બ્રિંદાવન કોલેજે 500થી વધુ સહભાગીઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું, જેને ઓલિમ્પિયન પ્રમિલા અને શ્રી અયપ્પાએ લીલી ઝંડી આપી હતી અને IAF, CRPF, NCC, કર્ણાટક પોલીસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

વિશાખાપટ્ટનમમાં, લગભગ 100 સાયકલ સવારો સમુદાય જાગૃતિ અને સ્વસ્થ જીવનને પ્રોત્સાહન આપતી 30 કિમી સાયક્લોથોનમાં જોડાયા હતા. જમ્મુમાં સ્થાનિક મોટરબાઈક જૂથો અને NCB કર્મચારીઓ સહિત 60-80 બાઇકર્સ સાથે 18-20 કિમીની ઉત્સાહી બાઇક રેલી યોજાઈ હતી, જે મજબૂત પ્રાદેશિક સંકલ્પનું પ્રતીક છે.

આ સમાચાર પણ વાંચો : Israel-Iran war :વિશ્વભરમાં તેલ સંકટનો ખતરો, યુદ્ધ વચ્ચે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની આપી મંજૂરી; જાણો ભારત પર કેટલી અસર થશે.. 

રાયપુરના તેલીબંધ મરીન ડ્રાઇવ ખાતે, ઝોનલ યુનિટે NGO ના સભ્યો, NCB અધિકારીઓ અને સ્થાનિક પોલીસની વિશાળ ભાગીદારી સાથે સાયક્લોથોનનું આયોજન કર્યું હતું. કોચીનમાં, લગભગ 100 સાયકલ સવારો કલામાસેરી મેટ્રો સ્ટેશનથી એર્નાકુલમ જીલ્લા સાયકલિંગ એસોસિએશનના સહયોગથી કક્કનાડમાં NCB ઓફિસ સુધી રાઇડ કરી હતી. સિલિગુડીમાં 40 બાઇકર્સની મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમુદાયના લોકો જીવંત રીતે જોડાયા હતા.

લખનૌમાં, ઐતિહાસિક રૂમી દરવાજાથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને NCB ઓફિસ ખાતે સમાપ્ત થયું હતું. ઉત્તર પ્રદેશમાંથી લગભગ 160 બાઇકર્સે ભાગ લીધો હતો, જેમાં જાગૃતિ લાવવામાં આવી હતી અને ડ્રગ-મુક્ત ભારત તરફ રાષ્ટ્રીય ચળવળને મજબૂત બનાવવામાં આવી હતી.

આમાંના કેટલાક કાર્યક્રમોને પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, કેનેરા બેંક અને SBI દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમો જાગૃતિ, જોડાણ અને જાહેર સશક્તીકરણ દ્વારા ડ્રગના દુરુપયોગ અને ટ્રાફિકિંગ સામે લડવાના તેના મિશન પ્રત્યે NCBના સતત સમર્પણનું ઉદાહરણ આપે છે.

ડ્રગ હેરફેર સામે લડવા માટે, NCB નાગરિકોનો ટેકો માંગે છે. કોઈપણ વ્યક્તિ MANAS- નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર-1933 પર કૉલ કરીને માદક દ્રવ્યોના વેચાણ સંબંધિત માહિતી શેર કરી શકે છે. ફોન કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More