NDA government formation : થઇ ગયું નક્કી…? ત્રીજી વખત બનશે એનડીએ સરકાર! આ તારીખે લઈ શકે છે PM મોદી શપથ..

NDA government formation: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી જૂને શપથ લઈ શકે છે, આ માહિતી સૂત્રોને ટાંકીને સામે આવી રહી છે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં NDAને બહુમતી મળી છે અને આજે તેમની એક મોટી બેઠક છે, ત્યારબાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

by kalpana Verat
NDA government formation PM Modi's swearing-in ceremony likely on June 8 evening Sources

News Continuous Bureau | Mumbai

 NDA government formation : લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha election 2024 ) ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં NDAએ હેટ્રિક જીત હાંસલ કરી છે. આ સાથે તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકાર ( NDA Govt Formation ) ના શપથગ્રહણ ( Oath ceremony ) ની તારીખ અને સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. અહેવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાઈ શકે છે. આ અંગેની તૈયારીઓ પર મંથન તેજ થઈ ગયું છે. નવી કેબિનેટ ( New cabinet ) માં ચહેરાઓને લઈને સાથી પક્ષો સાથે વાતચીત અને બેઠકોનો દોર પણ શરૂ થઇ ગયો છે. બે-ત્રણ દિવસમાં નામો ફાઇનલ થાય તેવી શકયતા છે.

NDA government formation: આ વખતે શપથ ગ્રહણ સમારોહ 4 દિવસ પછી યોજાશે.

પીએમ પદ માટે શપથ ગ્રહણ સમારોહ 2019ના પરિણામોના 7 દિવસ બાદ યોજાયો હતો. 2014માં જ્યારે એનડીએની સરકાર બની ત્યારે મોદીએ 10 દિવસ પછી પીએમ તરીકે શપથ લીધા હતા. આ વખતે પરિણામ જાહેર થયા બાદ 4 દિવસ બાદ એટલે કે 8મી જૂને શપથગ્રહણની તૈયારીના અહેવાલ છે.

આ સમાચાર પણ વાંચો: Lok Sabha election 2024 Results : મંજિલ અલગ, પણ વિમાન એક! તેજસ્વી અને નીતિશ કુમાર એકસાથે દિલ્હી આવવા રવાના; જુઓ વિડીયો..

મહત્વનું છે કે ત્રીજી વખત પીએમ પદના શપથ લેતાની સાથે જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાઈ જશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને દેશના પીએમ બન્યા. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નેહરુના નામે હતો. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.

NDA government formation: એનડીએની બેઠક આજે સાંજે 4 વાગ્યે

મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીમાં આજે સાંજે 4 વાગ્યે NDAની બેઠક બોલાવવામાં આવી છે. જેડીયુના વડા નીતિશ કુમાર, ટીડીપી વડા એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય નેતાઓ આમાં ભાગ લેશે. એનડીએ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ બીજેપી સંસદીય બોર્ડની બેઠક યોજાશે. જેમાં સરકારની રચના અને શપથ ગ્રહણની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવશે. 

Join Our WhatsApp Community

You may also like