ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 જાન્યુઆરી 2022
સોમવાર
ભારતીય સેનાના જવાનો સરહદ પર તો દેશની રક્ષા કરે જ છે પરંતુ સામાન્ય લોકોની મદદ કરવામાં પણ પાછળ હટતા નથી. જવાનોએ શનિવારે એવું કામ કર્યું કે જેની દેશભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.
દેશના જવાનોએ ભારે હિમવર્ષા વચ્ચે કર્યો જબરદસ્ત ડાન્સ – જુઓ જવાન નો ડાન્સ કરતો અનોખો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય સેનાના જવાનો ગર્ભવતી મહિલાને છ કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ કામ ભારે હિમવર્ષા દરમિયાન કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં સેનાના જવાનો જે મહિલાની મદદ કરી રહ્યા છે તે નિયંત્રણ રેખા પાસેના ઘગ્ગર હિલ ગામમાં રહે છે. શનિવારે જેવી સૈનિકોને એક મહિલાની તબિયત બગડવાની જાણ થઈ ત્યારે તેઓ તાત્કાલિક મેડિકલ ટીમ સાથે મહિલાના ઘરે પહોંચ્યા. અહીં પહોંચતા જ તેમણે જોયું કે, મહિલાની તબિયત વધુ બગડવા લાગી છે. આ પછી સૈનિકોએ મહિલાને પગપાળા હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલ પહોંચતા જ ત્યાં હાજર લોકોએ ભારતીય જવાનોના જુસ્સાને સલામ કર્યા અને તેમનો આભાર માન્યો. હાલ મહિલા સંપૂર્ણપણે સુરક્ષિત છે. સૈન્યના જવાનોના આ ઉમદા કાર્યની પ્રશંસા ગર્ભવતી મહિલાના પરિવારજનો પણ કરી છે.
#WATCH | Amid heavy snowfall, Indian Army medical team conducted an emergency evacuation of a pregnant woman from Ghaggar Hill village near LOC and brought her to an ambulance at Salasan in Baramulla, Jammu & Kashmir. pic.twitter.com/jAUsnnawDd
— ANI (@ANI) January 8, 2022