ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ઓગસ્ટ 2020
વૈશ્વિક મહામારી કોરોના સંકટ દરમિયાન, સૌથી વધુ અસર લોકોની નોકરી પર થઈ છે. પરપ્રાંતિય મજૂરોને શહેરથી પાછા તેમના ગામ જવું પડ્યું હતું અને હજુ પણ રોજગારનું સંકટ ચાલુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વીટ કરીને આ મુદ્દો ઉઠાવ્યો હતો, સાથે જ કેન્દ્ર સરકારને ન્યાય યોજના લાગુ કરવા જણાવ્યું હતું. તદુપરાંત કોંગ્રેસ નેતાએ ફરી એક વાર મોદી સરકાર પર સૂટ-બૂટ-લૂટની સરાકર હોવાનો આરોપ લગાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, શહેરમાં બેરોજગારીનો ભોગ બનેલા લોકો માટે મનરેગા જેવી યોજના અને દેશભરના ગરીબ લોકો માટે ન્યાય યોજના લાગુ કરવી જરૂરી છે. તે અર્થવ્યવસ્થા માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે. પરંતુ શું સૂટ-બૂટ-લૂટની સરકાર ગરીબોનું દર્દ સમજી શકશે?
રાહુલે આ ટ્વિટ સાથે એક ચાર્ટ પણ શેર કર્યો છે, જે બતાવે છે કે હાલના સમયમાં મનરેગાની માંગ કેવી રીતે વધી છે. હકીકતમાં, પરપ્રાંતિય મજૂરો કે જેઓ શહેર છોડીને તેમના ગામો પરત ફરી રહ્યા છે, તેઓને વિવિધ યોજનાઓ હેઠળ મનરેગા કામ આપવામાં આવી રહ્યું છે. આ માટે જુદા જુદા રાજ્યો દ્વારા સ્કિલ મેપિંગ પણ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાએ અગાઉ પણ મોદી સરકાર પર નિશાન તાકતા આવ્યા છે અને મનરેગાના યોગ્ય ઉપયોગની માંગ કરતા આવ્યા છે. આ સાથે જ હવે કોંગ્રેસે માંગ કરી છે કે ગરીબ પરિવારોને સરકાર તરફથી આર્થિક મદદ મળે, મજૂરોને લગભગ 6 મહિના સુધી દર મહિને 7500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે.
નોંધનીય છે કે કોરોના વાયરસને કારણે દેશમાં લગભગ દરેક મોર્ચે આવી રહેલ સંકટ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા આવ્યા છે. મજૂરોના પલાયનથી લઈને બેરોજગારી અને આર્થિક મુદ્દાને લઈને તે સરકારને ઘેરતા આવ્યા છે. ઉપરાંત તે મનરેગા અને ન્યાય યોજના લાગુ કરવાની પણ સતત તરફેણ કરી રહ્યા છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
