ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઓક્ટોબર, 2021
સોમવાર.
સુપ્રીમ કોર્ટે 12 સપ્ટેમ્બરે થયેલી NEET-UGની પરીક્ષા રદ ન કરવાનો મોટો ચુકાદો આપીને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરીને નવેસરથી લેવાની અરજી ફગાવતા 12 સપ્ટેમ્બરે થયેલી પરીક્ષાને માન્ય રાખી છે.
સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો અને પેપર સોલ્યુશન કરનાર ગિરોહની સીબીઆઈ તપાસની માંગ પણ ફગાવી દીધી છે.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની ખંડપીઠે એવું જણાવ્યું કે આ અરજી નકામી છે. કોર્ટે કહ્યું કે કેવા પ્રકારની અરજી દાખલ કરવામાં આવી છે. લાખો લોકોએ આ પરીક્ષા આપી છે.
સુપ્રીમે NEET-UGની પરીક્ષા રદ કરવાનો ઈન્કાર કર્યો હોવાથી હવે ટૂંક સમયમાં તેના પરિણામો જાહેર થઈ શકે છે.
લખીમપુર હિંસા: મૃતકોના પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા અને સરકારી નોકરી; રાજ્ય સરકારે કરી જાહેરાત